Articles by "Life-Style"
Showing posts with label Life-Style. Show all posts
Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone

હું વર્જિન છું, ફ્રેન્ડ સાથે સેક્સ માણી શકું?


સવાલઃ હું 30 વર્ષની છું. મેં ક્યારેય સેક્સ માણ્યું નથી, પણ હવે હું તે ચોક્કસ ટ્રાય કરવા ઇચ્છું છું. ઘણી વાર મને તીવ્ર ઇચ્છા થાય છે કે હું એ વ્યક્તિ સાથે સેક્સ માણું, જેની પર મારો ક્રશ છે. અમે બંને ઘણા સમયથી ફ્રેન્ડ્સ છીએ અને એકબીજા સાથે ફ્લર્ટ પણ કરીએ છીએ, પણ હું કોઈ પણ પ્રકારની સિરિયસ રિલેશનશિપમાં બંધાવવા તૈયાર નથી. હું બસ એટલું જાણું છું કે, મારી આ તીવ્ર ઇચ્છા શું એટલા માટે છે, કારણ કે હું હજી સુધી વર્જિન છું અથવા મારામાં કંઈ ગરબડ છે?

જવાબઃ તેમાં કશું ખોટું નથી. તમારી સાથે કશું પણ ખોટું થયું નથી. જો તમારી આવી ઇચ્છા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું કે, તે કૉન્ડોમનો ઉપયોગ કરે.

સિગારેટ છોડી પણ ઇરેક્શન ઘટ્યું?

સવાલઃ ઘણા સંઘર્ષ બાદ મેં લગભગ એક મહિના પહેલાં સ્મોકિંગ છોડી દીધુ હતું અને ત્યારથી મારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવ્યો છે, પરંતુ સાથે સાથે મેં એ પણ નોંધ્યું છે કે, મારું ઇરેક્શન્સ પહેલાં જેવું હાર્ડ રહ્યું નથી. શું મારે સ્મોકિંગ છોડવા અને ઇરેક્શનના પહેલાં જેવા હાર્ડ ન હોવા વચ્ચે કોઈ કનેક્શન છે? તેનું શું કારણ હોઈ શકે?

જવાબઃ તમારે સિગારેટ-બીડીથી દૂર રહેવું જોઈએ, ધીરજ રાખો. યોગની મદદથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની કોશિશ કરો. ધીમે ધીમે તમારું ઇરેક્શન્સ ઠીક થઈ જશે. કેટલીક દવાઓ અને અન્ય સલાહ માટે તમે સેક્સ એક્સપર્ટને મળીને સલાહ લો.
Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone

પતિને કહી દઉં, એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે?

સવાલઃ મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે અને દરેક દંપતીની જેમ હું અને મારા પતિ નાની નાની વાતો પર ઝઘડતાં રહીએ છીએ. છેલ્લા છ મહિનાથી અમે એકબીજાથી દૂર હોવાનું મહેસૂસ કરી રહ્યાં છીએ અને અમારા સંબંધોમાં નિરાશા છવાઈ ગઈ છે. આ દરમિયાન મને મારા હસબન્ડનો બેસ્ટ ફ્રેન્ડ ગમવા લાગ્યો અને અમે ધીમે ધીમે સારાં મિત્રો બની ગયા, એકબીજાની નજીક આવ્યાં, તે કુંવારો છે. થોડા દિવસ પહેલાં અમે ઇન્ટિમેટ થયાં હતાં અને સેક્સ માણ્યું હતું. હવે અમે બંને ખૂબ જ અપરાધભાવ મહેસૂસ કરી રહ્યાં છીએ. શું મારે મારા પતિને આ વાત કહેવી જોઈએ. કન્ફેશન ઉપાય હોઈ શકે? હું ખરેખર મારા પતિને પ્રેમ કરું છું અને તેમને ગુમાવવા માગતી નથી. તેમનો બેસ્ટ ફ્રેન્ડ પણ અમારી વચ્ચેના સંબંધો ભૂલવા તૈયાર થઈને લાઇફમાં આગળ વધવા માગે છે. મારે શું કરવું જોઈએ? મને મદદ કરો!

શું કહે છે એક્સપર્ટ?

જવાબઃ કેટલાક પાર્ટનર્સમાં ભાવનાત્મક લગાવ થવામાં સમય લાગે છે, ખાસ કરીને એરેન્જ મેરેજમાં. હું સમજી શકું છું કે, તમે અત્યારે એક મુશ્કેલ પરિસ્થિતિમાં છો. દરેક સંબંધોની કેટલીક મર્યાદાઓ હોય છે. તમારા પતિ તમારી સાથે ભાવનાત્મક રીતે જોડાયા નહિ, આથી તમે પોતાને એકલા અનુભવવા લાગ્યાં અને તેમના ફ્રેન્ડ સાથે તમારી મિત્રતા વધી ગઈ. અહીં કદાચ, તમારા અને તમારા પતિના બેસ્ટ ફ્રેન્ડ વચ્ચેનો શારીરિક સંબંધ સહજ લાગતો નથી. આ સંબંધે તમારા લગ્નજીવનમાં જે ભાવનાત્મક લગાવની ઉણપ હતી તે પૂરી કરી દીધી છે, જેને તમે અનુભવ્યો નહોતો. પતિ સાથેના અબોલા કે તેમની સાથેનું નીરસ લગ્નજીવન, જે તમે અહીં વર્ણવ્યું, તે એકસમાન રીતે મુખ્ય ચિંતા અને સંભવિત કારણ છે. તમારી સાથે જે થયું તેને તમે ભુલાવી શકો છો, તેમ છતાં અહીં એવું લાગે છે કે, તમારે અને તમારા પતિએ રિલેશનશિપમાં એક કપલ તરીકે વર્તવું જોઈએ. તમે તમારા પતિને પ્રેમ કરો છો અને તમે જે રીતે બધું સરખું કરવા માગો છો તે સારી વાત છે. આ બધું સરખું કરવામાં તમારા પતિનું ઇન્વોલ્વમેન્ટ પણ એક સારો વિચાર છે. જોકે તમારે નક્કી કરવાનું છે કે, તમે લગ્નને આગળ વધારવા માગો છો કે નહિ, જે પણ પરિસ્થિતિ આવે તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone

સેક્સને મજેદાર બનાવવા આ ઉપાયો ટ્રાય કર્યા જ હશે

તમે સેક્સને વધુ મજેદાર બનાવવાના ઘણા ઉપાયો વિશે જાણ્યું-સાંભળ્યું હશે. જેમકે આકર્ષક આંતરવસ્ત્રો પહેરવા, ડિનર માટે જવું, નવી-નવી પોઝિશન્સ ટ્રાય કરવી, રોલપ્લેમાં નવા એક્સપ્રિમેન્ટ કરવા, વગેરે. આ બધા સારા ઉપાયો છે, પણ એ બધા સમય માગી લે તેવા ઉપાયો છે અને સાથે જ ખર્યાળ પણ છે.


બધી ઝંઝટ છોડો, આ રીતે સેક્સને યાદગાર બનાવો


હોર્મોન એક્સપર્ટ આલિસા વિટ્ટીના કહેવા મુજબ, તમે તમારી સેક્સ લાઈફને આ બધી ઝંઝટમાં પડવા કરતા ખૂબ જ સરળ રીતે વધુ મજેદાર બનાવી શકો છો. તેમના કહેવા મુજબ બપોરે 3 કલાકે સેક્સ કરવાથી તે વધુ યાદગાર બની રહેશે.


કેમ બપોરે કરવું જોઈએ સેક્સ?

આલિસાનું માનવું છે કે, સેક્સના એન્જોયમેન્ટમાં હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે. વુમન કોડ નામની તેમની બુકમાં તેમણે વર્ણવ્યું છે કે, બપોરે 3 કલાકે પુરુષના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ વધારે હોય છે, જે તેને સેક્સ દરમિયાન માનસિક રીતે વધારે પ્રસ્તુત રાખે છે.

સવારનો સમય પણ છે બેસ્ટ

આપણામાંથી ઘણા માને છે કે, સેક્સ માટે સવારનો સમય વધુ સારો છે કેમકે એ દરમિયાન પુરુષ વધારે ઈરેક્શન અનુભવે છે અને તે સાચું પણ છે. જ્યારે પુરુષ ઊંઘી જાય છે, ત્યારે તે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે કે જે સેક્સુઅલ ઉત્તેજના અને પરર્ફોમન્સ માટે મહત્વનું હોર્મોન છે.

બંને જોબ કરતા હોવ તો?

આલિસા કહે છે કે, બપોરે 3 વાગ્યાનો સમય પણ પુરુષ માટે સેક્સ કરવાનો એક સારો સમય છે, કેમકે જ્યારે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ડાઉન થાય છે, તેનું એસ્ટ્રોજન લેવલ વધે છે. હા તમે બંને જોબ કરતા હોવ તો આ સમયે સેક્સ કરવું શક્ય નથી, પણ વીકેન્ડમાં તો તમે ટ્રાય ચોક્કસ કરી જ શકો.

મહિનામાં ક્યારે સેક્સ કરો છો તે પણ છે મહત્વનું

આલિસા ઉમેરે છે કે, મહિનામાં તમે ક્યારે સેક્સ કરો છો તે પણ તમારા એન્જોયમેન્ટ પર ઘણી અસર કરે છે. તેમના કહેવા મુજબ ઑવ્યુલેશનના 10 દિવસ પછી સેક્સ માણવામાં આવે તો વધુ મજા આવે છે. એ સમય દરમિયાન મહિલાઓમાં ઓસ્ટ્રેજન અને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઊંચું હોય છે અને જેના કારણે તેમની કામેચ્છા વધુ તીવ્ર હોય છે.

Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone
લગ્ન પહેલાં મન ભાવિ પાર્ટનર અને પ્રથમ મિલનની અનેક સુંદર કલ્પનામાં રાચે છે. મનનું કામ જ કલ્પના કરવાનું છે.
લગ્ન પહેલાં મન ભાવિ પાર્ટનર અને પ્રથમ મિલનની અનેક સુંદર કલ્પનામાં રાચે છે. મનનું કામ જ કલ્પના કરવાનું છે પણ જરૂરી નથી કે દરેક કલ્પના વાસ્તવિક જીવનમાં સાકાર થાય. જ્યારે સપનાંની દુનિયાથી અસલ જિંદગી અલગ હોઈ છે ત્યારે વાસ્તવિક જીવનમાં ટકરાવ શરૂ થઇ જાય છે. ખ્યાલોની દુનિયામાં રહેવાથી પતિ કે પત્ની બંને પાર્ટનરને એ જ સ્વરૂપમાં જોવા ઇચ્છે છે જે રૂપરંગ તેની કલ્પનામાં હોય છે અને જો તે પ્રમાણે પાર્ટનર ન હોય તો તેમાં ચેન્જીસ લાવવા માટે પ્રયત્ન કરે છે. સામેવાળી વ્યક્તિમાં તે બધું જ ચેન્જ કરી દેવા ઇચ્છે છે જે તેમને મંજૂર ન હોય. જો કે આ પરિસ્થિતિ સંબંધોમાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે. આજે અમે તમને જણાવીશું ફેન્ટસી અને રિઆલિટી બંને એકબીજાથી અલગ હોય તો શું કરવું...
સ્વભાવ
શક્ય છે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ તમારી કલ્પના અનુસાર ન હોય તો તમે તેને તમારા સ્વભાવ અનુસાર બદલી ન શકો, માટે ક્યારેય તમારા જીવનસાથીનો સ્વભાવ બદલવાની કોશિશ ન કરો. જો તમારે તમારા જીવનસાથી સાથે તમારી સંપૂર્ણ જિંદગી વિતાવવી હોય તો એ જેવો છે તેવો જ એને સ્વીકારવાનો પ્રયાસ કરો. બદલાવ પ્રકૃતિનો નિયમ છે. સમય સાથે દરેક વસ્તુઓ બદલાતી હોય છે, પરંતુ કોઈ વ્યક્તિનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. જો તમારા જીવનસાથીનો સ્વભાવ તમારાથી બિલકુલ અલગ હોય તો તેને બદલવાના બદલે એનો એવી રીતે જ સ્વીકાર કરો.

મનમાં રંજ ન રાખો
સપનાંનો ભરથાર અને વાસ્તવિક સાથીની તસવીરમાં જમીન આસમાનનો તફાવત હોય ત્યારે કોઈ મોટું સપનું તૂટયું હોય એટલું દુઃખ કરવાની જરૂર નથી. બસ જરૂર છે ખામીને બાદ કરીને તેની સારી વાતો જાણવાની. જો તમારો જીવનસાથી કે જીવનસંગિની તમારી કલ્પનાથી સાવ વિપરીત હોય તો મનમાં તેનો રંજ રાખીને આખી જિંદગી કાઢી શકાય નહીં, માટે મનના રંજને બહાર કાઢીને આ સંબંધને પ્રેમથી સીંચો. સંબંધને થોડો સમય આપો, બધું આપોઆપ મધુર બની જશે.

સહર્ષ સ્વીકારો
મોટાભાગે યુવતીઓ પોતાના પતિમાં પોતાના પિતાની છબિને શોધતી હોય છે, કારણ કે તે તેના પિતાના વ્યક્તિત્વથી અતિશય પ્રભાવિત હોય છે. એવી જ રીતે યુવકો પણ પોતાની પત્નીમાં તેની માતાના સ્વભાવને શોધતા હોય છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ એકસરખી નથી હોતી તો પછી કોઈ પણ છોકરા અથવા છોકરીને તેમનાં માતા-પિતા જેવા વ્યક્તિત્વની હમસફર મળવી કેવી રીતે શક્ય બને? એટલે જરૂરી છે કે જીવનના આ નાવીન્યનો સહર્ષ સ્વીકાર કરો.

દેખાવ
જ્યારે લગ્નની વાત આવે ત્યારે દુનિયાની મોટાભાગની યુવતીઓ પોતાના પતિના દેખાવને વધુ મહત્વ આપતી હોય છે અને અન્ય મહત્વની બાબતોને નજરઅંદાજ કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિનો દેખાવ નહીં, પરંતુ તેનો સ્વભાવ અને લોકો સાથેનો તેનો વ્યવહાર વધુ મહત્વ ધરાવતો હોય છે. જો કોઈ વ્યક્તિનું રૂપ સારું હોય પરંતુ તેનો વ્યવહાર અને સ્વભાવ સારો ન હોય તો એવી વ્યક્તિને કોઈ પસંદ નથી કરતું. જીવનની ગૃહસ્થીને સફળતાપૂર્વક પાર પાડવા માટે દેખાવ નહીં પરંતુ સારો વ્યવહાર જરૂરી હોય છે. કોઈ પણ વ્યક્તિને તેના દેખાવ ઉપરથી નહીં, પરંતુ તેના વ્યવહાર ઉપરથી જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.

ખામીઓની ચર્ચા ન કરો
દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી હોય છે, પરંતુ તેની વારંવાર ચર્ચા કરી સંબંધોમાં કડવાશ ઘોળવા કરતાં જીવનને પ્રેમથી જીવવું વધુ હિતાવહ છે. ઘણી સ્ત્રીઓ ફિલ્મો જોઈ અથવા કોઈ કહાની વાંચીને તેનાં પાત્રોથી એટલી પ્રભાવિત થઈ જતી હોય છે કે એ પાત્રની સરખામણી પોતાના પતિની સાથે કરવા લાગતી હોય છે. જો પતિ એ પાત્રથી તદ્દન અલગ વ્યક્તિત્વ ધરાવતો હોય તો તેની ખામીઓ ગણાવા લાગતી હોય છે. વધુ પડતા કાલ્પનિક અથવા ફિલ્મી સ્વપ્નોમાં ખોવાઈ જવાની જગ્યાએ વાસ્તવિક જીવનમાં કોઈ વાદવિવાદ અને અપેક્ષાઓ રાખ્યા વિના જીવન જીવવામાં આવે તો તે આનંદથી જીવી શકાય છે.
 
કોઈ પરફેક્ટ નથી
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. આપણો જોવોનો દૃષ્ટિકોણ જ વ્યક્તિને પરફેક્ટ અને ઇમપરફેક્ટ બનાવે છે. આ એક નક્કર હકીકત છે. જીવનમાં આપણને જે જોઈતું હોય છે તે શક્ય છે ઘણી વાર આપણને ન પણ મળે અને જે મળે છે તે આપણને ગમતું નથી. ત્યારે આવી માનસિકતા સાથે તમે બની શકે કે પ્રેમાળ સાથી સાથે જસ્ટિફાય ન કરી શકો. જીવનમાં બધું જ આપણને ગમતું હોય એ જરૂરી નથી, ક્યારેક થોડું એડજસ્ટમેન્ટ પણ કરવું પડે છે. જે રીતે તમે તમારા દૃષ્ટિકોણથી સામેવાળી વ્યક્તિને તમારા પરફેક્શનના માપદંડોમાં આંકતા હોવ છો એવી જ રીતે સામેવાળી વ્યક્તિ પણ તમને આંકતી હોય છે. બની શકે કે તમે પણ એમના માપદંડોમાં પરફેક્ટ ન હોવ. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ કમી તો હોય છે, બસ જરૂર છે ખુલ્લા દિમાગથી આ વાતને સમજવાની.
Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone



પુરુષ હોય કે સ્ત્રી દરેકની પોતાની એક આગવી ઓળખ, આદત, જીવનશૈલી, વલણ અને પોતાના મૌલિક વિચારો હોય છે. તેમને કોઈની સાથે સરખાવવા યોગ્ય નથી, પરંતુ મહિલાઓ કદાચ આ વાત ભૂલી જતી હોય છે અને તેઓ પોતાના પતિની સરખામણી અન્ય પુરુષો સાથે કરવા લાગતી હોય છે જે કોઈ પણ દૃષ્ટિએ યોગ્ય નથી.

 સરખામણી કાયમ ખરાબ જ હોય છે, પછી તે કોઈ પણ સંદર્ભમાં કેમ ન કરવામાં આવી હોય! પુરુષોને પોતાની સરખામણી થાય એ સહેજ પણ પસંદ નથી હોતું, એમાં પણ ખાસ કરીને જ્યારે સરખામણી તેની પત્ની દ્વારા જ કરવામાં આવી હોય. મહિલા અને પુરુષ બંનેને કોઈ અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી પસંદ નથી હોતી. પુરુષનો અહંકાર ઘવાતો હોય છે, જ્યારે તેની કોઈ અન્ય સાથે સરખામણી કરવામાં આવે છે. પુરુષોને અમુક લોકો સાથે પોતાની સરખામણી કરવી જરા પણ પસંદ નથી હોતી માટે ક્યારેય પણ તેમની સરખામણી એ લોકો સાથે ન કરવી જોઈએ. તમે તમારા પતિની સરખામણી કોઈ ખરાબ ભાવથી નહીં કરતાં હોવ, પરંતુ તેમ છતાં તમારા દ્વારા કરવામાં આવતી તમારા પતિની સરખામણી તેમના મનમાં ગેરસમજ ઉત્પન્ન કરી શકે છે. તો હવેથી જ્યારે તમે તમારા પતિની સરખામણી આ વ્યક્તિ સાથે કરો ત્યારે બે વખત વિચારજો…

પિતા સાથે
સરખામણી કોઈ પણ સંદર્ભમાં થાય તે ખરાબ જ હોય છે. સરખામણી કોઈ પણ વ્યક્તિના આત્મવિશ્વાસને ચોટ પહોંચાડી શકે છે. પુરુષોને તેમના સસરા સાથે સરખામણી થાય તે ક્યારેય નથી ગમતું. તેઓ જાણે છે કે તમારા પિતા તમારા જીવનની સૌથી ખાસ વ્યક્તિ છે અને તમે તેમની નાનકડી પ્રિન્સેસ છો, પરંતુ એક પુરુષ તરીકે તેઓ તમારા જીવનમાં સૌથી શ્રેષ્ઠ બનવા માગે છે. તેઓને એ નથી ગમતું કે તમને એમના કરતાં કોઈ અન્ય વ્યક્તિ ઉત્તમ લાગે. આ પ્રકારની સરખામણી તમારા સંબંધો ઉપર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. તમારા પિતા ચોક્કસ તમારા માટે બહુ જ ખાસ હશે, પરંતુ તમારા પતિની સરખામણી તમારા પિતા સાથે કરવાની જરાય જરૂર નથી. દરેક વ્યક્તિ જુદી-જુદી હોય છે.

ભાઈ સાથે
સ્ત્રીના જીવનમાં પિતા પછી ભાઈનું જ સ્થાન હોય છે. ભાઈ તેની બહેનની તમામ જરૂરિયાતો કહ્યા પહેલાં જ પૂરી કરી દેતો હોય છે. તેની બહેનને શું જોઈએ છે અને તેને કઈ વાત પસંદ નથી, આ બધું જ તેનો ભાઈ યાદ રાખતો હોય છે. લગ્ન બાદ જ્યારે તે પોતાના પતિમાં પણ એ જ ખૂબીઓ શોધે છે અને તે નથી દેખાતી ત્યારે તે પોતાના પતિને તેના ભાઈ સાથે સરખાવવા લાગે છે, જે યોગ્ય નથી. પુરુષને કોઈ પણ વ્યક્તિ સાથે સરખાવવા ન જોઈએ, કારણ કે તેની પોતાની કોઈ ખૂબીઓ અને ખામીઓ હોય છે. તમારા પતિમાં જે ખૂબીઓ છે બની શકે એ તમારા ભાઈમાં ન હોય, માટે ક્યારેય તમારા પતિને તમારા ભાઈ સાથે સરખાવવાની ભૂલ ન કરશો. સરખામણી કોઈ પણ રીતે યોગ્ય નથી.

ખાસ મિત્ર સાથે
તમારે કોઈ ખાસ મિત્ર છે અને તે મિત્ર પુરુષ છે તથા તમે તેની સરખામણી તમારા પતિ સાથે કરી રહ્યાં હોવ તો બી કેરફુલ, કારણ કે એક પુરુષ એ ક્યારેય નહીં સ્વીકારી શકે કે તેની પત્નીના જીવનમાં તેના જેટલું જ મહત્વ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ હોય! તમારા પતિ આ ક્યારેય નહીં સ્વીકારે. તેઓ કાયમ તમારા બેસ્ટ ફ્રેન્ડ અને સાથી બંને હોવાની ઇચ્છા ધરાવતા હોય છે તથા તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાનું આ સ્થાન અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરવું પસંદ નહીં કરે. પતિ-પત્નીના સંબંધોમાં કોઈ ત્રીજી વ્યક્તિની મોજુદગી ક્યારેય સ્વીકાર્ય નથી હોતી, માટે જો તમે પણ આવું જ કંઈક કરી રહ્યાં હોવ તો સાચવજો કદાચ તમારી આ વાત તમારા લગ્નસંબંધ ઉપર નકારાત્મક અસર મૂકી શકે છે.

બહેનપણીના પતિ સાથે
મોટાભાગના પુરુષોને સરખામણી જરાય પસંદ નથી હોતી. જ્યારે તમે તમારા પતિને એવું કહો કે તમારી એક ફ્રેન્ડના પતિએ તેને કોઈ એવી વસ્તુ અપાવી જે તેને બહુ જ પસંદ છે ત્યારે તેમને બહુ જ દુઃખ થતું હોય છે કે તેઓ તમને એ પ્રકારની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ નથી આપી શકતા. આ વાત તેમના મનમાં ઘર કરી જશે અને તેમને વારંવાર એ અહેસાસ કરાવશે કે તેઓ તમારી પસંદ-નાપસંદ નથી સમજી શકતા. તમે જ્યારે તમારા પતિની સરખામણી અન્ય કોઈ વ્યક્તિ સાથે કરો ત્યારે પહેલાં તમારી જાતને તેમની જગ્યાએ મૂકીને વિચારજો કે કોઈ તમારી સરખામણી કરે તો શું તમને પસંદ આવશે? ત્યારબાદ જ તમારા પતિની સરખામણી કોઈ અન્ય વ્યક્તિ સાથે કરજો.

સરખામણીથી અસંતોષ થાય છે
કોઈ પણ વ્યક્તિની સરખામણી જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સાથે થાય છે તો એ ક્યારેય સારી નથી હોતી. સરખામણી દેખાવ બાબતે હોય, ઇન્કમ બાબતે હોય, જીવનશૈલી બાબતે હોય કે પછી વ્યક્તિના વર્તન બાબતે કરવામાં આવતી હોય, તુલના માત્ર ને માત્ર તમારા મનમાં અસંતોષની ભાવના જ જાગૃત કરે છે. તમે જ્યારે કોઈની સરખામણી કરો ત્યારે પોતાને એ જગ્યાએ રાખી વિચારજો અને પછી જ કોઈ પગલાં લેજો. સરખામણી સંબંધોમાં અસંતોષ જ જાગૃત કરે છે, માટે ક્યારેય કોઈની સરખામણી ન કરવી જોઈએ.

દરેકની પોતાની ખૂબી અને ખામી હોય છે
દરેક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે. દરેકની પોતાની અમુક ખૂબીઓ હોય છે તો અમુક ખામીઓ પણ હોય છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. આપણી વિચારધારા જ હોય છે જે કોઈ વ્યક્તિને પરફેક્ટ તો કોઈ વ્યક્તિને ઇમપરફેક્ટ બનાવે છે. તમે જે વ્યક્તિ સાથે તમારા પતિની સરખામણી કરી રહ્યાં છો તેની અંદર પણ અમુક ખામીઓ હશે જેના વિશે કદાચ તમે અજાણ હશો, માટે વ્યક્તિની ખામીઓ જોવાની જગ્યાએ તેની અંદર રહેલી ખૂબીઓ જોવાની કોશિશ કરો. હકારાત્મક વલણ તમારા સંબંધોને વધુ જીવંત બનાવશે.
Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone
તમે જ્યારે કોઈ નવા સંબંધમાં બંધાવ છો ત્યારે જીવનમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે.

મે જ્યારે કોઈ નવા સંબંધમાં બંધાવ છો ત્યારે જીવનમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. કોઈ પણ સંબંધની શરૂઆત થાય ત્યારે ઘણી વખત એવું લાગે છે કે આપણો સ્વયંની સાથે સંબંધ ટૂટી રહ્યો છે, પરંતુ એવું નથી હોતું. કોઈની સાથે સંબંધમાં બંધાવાથી તમારું અસ્તિત્વ ક્યાંય ખોવાઈ નથી જતું. આ માત્ર એક વિચાર છે જેને તમે જાતે જ નકારી શકો છો જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે...
પોતાના માટે સમય કાઢો
કાયમ ઘરના કામકાજને લઈને દિમાગમાં એ જ વાત પહેલાં આવતી હોય છે કે પતિની સાથે જઈ ઘરની નાની-મોટી વસ્તુઓ ખરીદી લેશો. જરૂરી નથી કે ઘરનાં બધાં કામ માટે તમારે તમારા પતિની રાહ જોવી પડે. તમે એકલા પણ જઈ શકો છો. ક્યારેક ક્યારેક એકલા શોપિંગ કરવાથી તમે તમારી માટે પણ ટાઇમ કાઢી શકો છો, જે સ્વતંત્ર હોવાનો અહેસાસ કરાવે છે.

નવા મિત્રો રાખવામાં શું વાંધો?
ઘણી વખત એવું બનતું હોય છે કે નવા સંબંધોમાં બંધાતાં જ જૂના સંબંધોમાંથી આપમેળે જ જુદા થવું પડે છે, પરંતુ એ સારી વાત નથી. તમારા અને તમારા પતિના કોમન ફ્રેન્ડ્સ છે તો તે બહુ સારી વાત છે અને જો ન હોય તો તમે તમારા મિત્રો સાથે સંપર્ક જાળવી શકો છો. લગ્ન બાદ નવા મિત્રો પણ બનાવો.

જાતે જ નિર્ણય લેતા શીખો
નવા સંબંધોમાં જોડાતાં જ એવું લાગે છે કે દરેક નિર્ણય બંનેએ સાથે મળીને લેવા જરૂરી છે. આ વાત અમુક અંશે સાચી પણ છે, પરંતુ ઘણી વખત સમય એવો આવે છે કે તમારે જાતે જ નિર્ણયો લેવા પડી શકે. પાર્ટનર્સ એકબીજાનો સાથ કેટલાય અગત્યના નિર્ણય લેવામાં આપી શકે છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમે એકબીજા ઉપર નિર્ભર ન હોવ. ઓફિસ, કરિયર અને સગાં-સંબંધીઓ સાથે જોડાયેલા કેટલાય એવા નિર્ણયો છે જે તમે જાતે લઈ શકો છો.

સ્વતંત્ર હોવાનો અર્થ જિદ્દી નથી
નવા સંબંધ શરૂ કરવાનો અર્થ એેવો નથી કે તમે તમારી આઝાદી ગુમાવી રહ્યા છો. ઘણી વખત મહિલાઓને એવો અહેસાસ થાય છે કે હવે તેમની આઝાદી તેમના પાર્ટનરના હાથમાં છે. તેમને કંઈ પણ કરવું હશે તો પાર્ટનરને પૂછીને કરવાનું રહેશે, પરંતુ એવું નથી હોતું. ઘણી વખત આવા જ વિચાર તમને જિદ્દી બનાવી દે છે. જેમ કે, લગ્ન પહેલાં તો હું મિત્રો સાથે ફિલ્મ જોવા જતી હતી તો આજે પણ જઈશ. અહીં સ્વતંત્રતા નહીં તમારી જિદ્દ દેખાય છે. જિદ્દ અને સ્વતંત્રતા વચ્ચેનો તફાવત જાણી લો અને પછી રિએક્ટ કરો.

 
Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone

આખરે ઘરેલુ હિંસા છે શું? ચારદીવાલોની અંદર થવાવાળી દરેક હિંસા આ શ્રેણીમાં આવે છે. જ્યારે બે લોકોની વચ્ચે પ્રેમ સન્માન અને સહાનુભૂતિની ભાવના ખતમ થઈને નફરત અને ક્રૂરતા જન્મ લે છે ત્યારે તે ઘરેલુ હિંસા બની જાય છે. આ શારીરિક, સેક્સુઅલ અને વ્યાવહારિક ત્રણેય પ્રકારની હોઈ શકે છે. એવામાં એ જાણવું ખૂબ જરૂરી થઈ જાય છે કે ઘરેલુ હિંસાના ક્યા-ક્યા કારણો હોઈ શકે છે. આપણી આજુબાજુ થતી ઘરેલુ હિંસાઓ ઉપર ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવશે કે ઘરમાં પદ-પ્રતિષ્ઠા, પૈસા અને અન્ય ભૌતિક સુખોને લીધે જ મોટાભાગના કિસ્સાઓ ઘરેલુ હિંસાનું રૂપ લઈ લેતા હોય છે. કેટલીક વખત બદલો લેવાની ભાવના પણ ઘરેલુ હિંસાને જન્મ આપવાનું કામ કરે છે.
ઘરેલુ હિંસા એક અપરાધ છે, તેમ છતાં તેની સાથે જોડાયેલા મોટાભાગના કિસ્સાઓ સામે નથી આવી શકતા. કેટલીક વખત ઘર-પરિવારના ડરથી તો કેટલીક વખત સમાજમાં સન્માન ખોવાઈ જવાના ડરથી લોકો તેને જાહેર નથી થવા દેતા. આવી પરિસ્થિતિમાં ભોગ બનેલી વ્યક્તિ યાતનાઓ સહન કરતી રહે છે અને યાતનાઓ આપનાર પોતાની દુશ્મનાવટ કાઢતો રહે છે. સંબંધો સાથે જોડાયેલા કિસ્સાઓમાં નિષ્ણાતોનું એવું માનવું છે કે છેલ્લા થોડા સમયમાં આ પ્રકારના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. પાર્ટનર્સની વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પ્રેમ ખતમ થઈ જવા પર જ વસ્તુઓ આ મુકામે પહોંચી જાય છે.

ઘરેલુ હિંસાના પ્રભાવ
ઘરેલુ હિંસાના પ્રભાવનો ઉલ્લેખ કરતા પહેલા એક વાત સમજી લેવી જોઈએ કે પરિવાર સમાજનો ભાગ છે અને જો પરિવારમાં તકરાર કે કંકાસ છે તો તેની સીધી અસર સમાજ પર પડશે. મોટાભાગના કિસ્સાઓમાં મહિલાઓ જ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે, પરંતુ એવું પણ નથી કે પુરૂષો તેનાથી બાકાત છે. આજે અમે તમને જણાવીશું કે ઘરેલુ હિંસાની સંબંધો પર કેવી અસર પડે છે...

ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિ ક્યારેય પોતાના ડરથી બહાર નથી આવી શકતી
જો કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં ઘરેલુ હિંસાનો સામનો કર્યો હોય તો તેના માટે આ ડરથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. સતત હિંસાનો ભોગ બન્યાં પછી તેની વિચારધારામાં એટલી હદે નકારાત્મકતા હાવી થઈ જાય છે કે તેને પોતાને સ્થિર કરવામાં વર્ષો લાગી જાય છે. અને તેના આ ડરની સીધી અસર તેના અન્ય સંબંધો ઉપર પણ પડે છે.

માનસિક આઘાત વ્યક્તિને અંદર સુધી તોડીને રાખી દે છે
ઘરેલુ હિંસાનું સૌથી ખરાબ પાસું એ છે કે ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિ ક્યારેય માનસિક આઘાતથી બહાર નથી આવી શકતી. આવા કિસ્સાઓમાં કાયમ જોવા મળે છે કે વ્યક્તિ કાં તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અથવા પછી વિષાદનો ભોગ બની જાય છે. ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિ ક્યારેય કોઈ પણ સંબંધ ઉપર વિશ્વાસ નથી કરી શકતી.

આ એક એવી તકલીફ છે જેની દવા ભાગ્યે જ કોઈ પાસે હોય
એવા કિસ્સાઓ જેમાં શારીરિક યાતના પણ શામેલ હોય તેમાં પીડિતને અતિશય તકલીફો સહન કરવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં શારીરિક અસમર્થતાની પણ સ્થિતિ આવી જાય છે અથવા પછી શરીરનો કોઈ અંગ કામ કરવાનું જ બંધ કરી દે છે. તેની સાથે કેટલીક ઈજાઓ એવી હોય છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

મનોરોગની સ્થિતિમાં પહોંચી જાય છે પીડિત
ઘરેલુ હિંસાનું આ સૌથી ખતરનાક અને દુઃખદ પાસું છે. જે લોકો પર આપણે આંધળો વિશ્વાસ કરતા હોઈએ છીએ અને જેમની સાથે રહેતા હોઈએ જ્યારે એ જ વ્યક્તિ આ પ્રકારનું દુઃખ આપે છે તો વ્યક્તિનો સંબંધો ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે અને તે સ્વયંને એકલું બનાવી લે છે. તે પોતાના મનમાં ને મનમાં એ એવું માની લે છે કે તેનું આ દુનિયામાં કોઈ નથી અને તેને પોતાના સહારે જ રહેવાનું છે. કેટલીક વખત આવી સ્થિતિમાં લોકો આપઘાત પણ કરી શકે છે.

આવી સ્થિતિમાં ખૂબ જરૂરી છે કે ન તો ઘરેલુ હિંસાને પ્રોત્સાહન આપવું અને ન તો તેનો શિકાર બનવો. કોઈ પણ પ્રકારની ઘરેલુ હિંસા, હિંસા જ છે અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જરૂરી છે.



Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone
 પુરુષ એવું વિચારે છે કે સ્ત્રી તેની જેમ વિચારે, વાત કરે અને પ્રતિભાવ આપે. જ્યારે સ્ત્રીઓ વિચારે છે કે પુરુષ તેની જેમ ફીલ કરે, વાત કરે અને પ્રતિભાવ આપે. જે મોટાભાગના સમયમાં શક્ય નથી. કારણ કે પુરુષ અને સ્ત્રીનું અગલ હોવું નેચરલ છે. આ બધી બાબતોને ભૂલી જવાથી સમસ્યાનું સર્જન થયું છે. પુરુષ અને સ્ત્રી કઈ રીતે અલગ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે.



પુરુષો પોતાની સમસ્યા કોઈને કહેતા નથી અને તેને જાતે જ ઉકેલવાની કોશિશ કરે છે. બહુ થાય તો કોઈ અનુભવીની સલાહ લે છે. જ્યારે સ્રીઓ દરેક નાની મોટી વાત એકબીજા સાથે શેર કરે છે, અહીં સ્ત્રી સોલ્યુશન માટે નહીં પણ પોતાની ફીલિંગ શેર કરવા માટે વાત કરે છે.

આ જોઈએ કે પુરુષોએ કઈ કઈ 5 બાબતને સમજવાની જરૂર છે અને સ્ત્રીઓએ પણ પુરુષોને લઈને કઈ 5 બાબતને સમજવાની જરૂર છે. આટલું સમજાય જાય તો મોટાભાગના ઝગડા થતા જ બંધ થઈ જશે.

પુરુષોએ આ પાંચ મુદ્દાને સમજી તેનું ધ્યાન રાખવું જોઈએ

1. સ્ત્રીઓના દરેક ઈસ્યુને લોજીકલ ઉલેક આપીને તેને ઝડપથી સમાપ્ત કરવાની કોશિશ ન કરો. કારણ કે મોટાભાગની સ્ત્રીઓ પોતાની સમસ્યાને જણાવવા માટે વાતો નથી કરતી પરંતુ, પોતાની ફિલિંગ શેર કરવા માટે વાતો કરે છે. જ્યા સુધી તે સોલ્યુશન ન પુછે ત્યા સુધી સામેથી સોલ્યુશન ન આપો.

2. મહિલા જ્યારે મુશ્કેલી કે ટ્રેન્શનમાં હોય છે ત્યારે વાતો કરીને પોતાના મને હળવું કરે છે. તેથી તમે તેને દિલ ખોલીને વાત કરવા દો. વચ્ચે તમે તમારો અભિપ્રાય ન આપો કે દલીલો ન કરો. આમ કરવાથી તેનો ટ્રેસ ઓછો થશે.

3. તેથી કેર કરો, આવું કરવાથી તેને પ્રેમની અનુભૂતિ કરાવશે.  તેની સંભાળ કરી શકાય તેટલી અલગ અલગ રીતે કરો અને તેને બતાવતા રહો કે તમે તેની કેટલી કાળજી રાખો છો.

4. દુ:ખી રહેવુ મહિલાઓ માટે નેચરલી વસ્તુ છે. તમે તેને સારું ફિલ કરાવી નથી શકતા તો ગુસ્સો ન કરો. આ સમયે તેની સાથે રહો અને વાતો કરી તેને સપોર્ટ કરો. અમુક સમય પછી તેનો મૂડ આપોઆપ ઠીક થઈ જશે.

5. નાની નાની દરેક વસ્તુ મહિલાઓ માટે ખૂબ જ મહત્વની છે. એટલા માટે તમે તેના માટે નાની નાની વસ્તુઓ પણ કરતા રહો.

સ્ત્રીઓએ આ પાંચ મુદ્દાને સમજી તેનું ધ્યાન રાખવું જોઈએ

1. પુરુષના ઓપિનિયન અને સલાહને મહત્વ આપો. તે ગંભીર થઈને કોઈ સલાહ આપી રહ્યો છે તો તેને માની લો. પછી ભલે તમને તે યોગ્ય ન લાગે. તે વસ્તુ તેને આદર અને પ્રેમ અપાવશે.
2. તણાવમાં પુરુષ શાંત રહેવા માંગે છે તો દલીલો કરી ઝઘડો કરવાની કોશિશ ન કરો, પ્રેમથી વાત કરો અને તેને કોઈ વસ્તુ માટે દોષારોપણ ન કરો.

3. પુરુષને હંમેશા ફીલ કરાવો કે તમને તેની કેટલી જરૂર છે. તેને ફીલ કરાવો કે તમે તેના પર ડિપેન્ડન્ટ હોવાથી ડરતા નથી અને તે તમારી દરેક જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. તમારો આ વિશ્વાસ તેને પ્રોત્સાહિત કરશે અને પ્રેમ વધારશે.

4. તણાવમાં કે કોઈ કારણોસર પુરુષ તમારાથી દૂર રહી પોતાના મિત્રો સમય પસાર કરવા માંગે છે તો એવું ન વિચારો કે તે તમને પ્રેમ નથી કરતો. તેને જવાદો તે પરત આવી તમને વધુ પ્રેમ કરશે.

5.  પુરુષોને એ ખ્યાલ નથી હોતો કે નાની નાની વસ્તુઓ તમારા માટે કેટલી મહત્વની છે અને આ બાબતો તમને કેટલો ખાસ અનુભવ આપે છે. એટલા માટે તમે ખુલીને જણાવો કે તમને કઈ નાની નાની બાબતો સારું ફીલ કરાવે છે.

Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone
જો તમે પણ કોઈ યુવતીને પસંદ કરતા હોવ તો તેને પ્રપોઝ કરતા પહેલા પોતાની આ એક ખાસ વસ્તુ પર સહેજ ધ્ચાન આપો. 
જો તમે પણ કોઈ યુવતીને પસંદ કરતા હોવ તો તેને પ્રપોઝ કરતા પહેલા પોતાની આ એક ખાસ વસ્તુ પર સહેજ ધ્ચાન આપો. આ ખાસ વાતોના અભાવના કારણે મહિલાઓ તમને જરા પણ પસંદ નહીં કરે. મોટાભાગના પુરૂષો આ વાતને લઈને પરેશાન રહેતા હોય છે કે આખરે તેઓ એવું શું કહે અથવા કરે જેનાથી મહિલાઓ ખુશ થઈ જાય. મહિલાઓને વખાણ સાંભળવા પસંદ હોય છે, એ એક હકીકત છે. મહિલાઓના ગમે તેટલા વખાણ કરો તે ઓછા જ છે. પરંતુ માત્ર વખાણ કરવાથી કોઈ મહિલા ઈમ્પ્રેસ નથી થતી એટલે જ આજે અમે તમને એવી કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરી શકો છો.

રિસ્પેક્ટ
માત્ર મહિલાઓ જ નહીં બલકે આ દુનિયામાં દરેક વ્યક્તિ રિસ્પેક્ટ ઈચ્છે છે. પરંતુ જો તમે મહિલાઓને આકર્ષિત કરવા ઈચ્છતા હોવ તો તેમને જ નહીં બલકે દરેક વ્યક્તિ અને વસ્તુને રિસ્પેક્ટ આપતા શીખો. મહિલાઓ આવી નાની-મોટી બાબતો વધુ નોટિસ કરતી હોય છે. તમારી આ એક બાબત તેમને પ્રભાવિત કરશે.

સેન્સ ઓફ હ્યુમર
મહિલાઓને એવા પુરૂષો વધુ પસંદ આવે છે જે તેમને નાની-નાની વાતમાં પણ હંસાવી શકે. તેમજ તેઓ એવા પુરૂષો તરફ વધુ આકર્ષિત થતી હોય છે જેમનું સેન્સ ઓફ હ્યુમર કમાલનો હોય છે.

ઈમાનદારી
ઈમાનદારી એક એવો ગુણ છે જે તમને કોઈ પણ મહિલાના દિલમાં સ્થાન અપાવી શકે છે. જો આ એક ગુણ તમારી અંદર હશે તો તમે ચોક્કસ કોઈ પણ મહિલાને આકર્ષિત કરી શકો છો.

નોલેજ

મહિલાઓ કાયમ એવા લોકો તરફ વધુ આકર્ષિત થતી હોય જે જેમને દરેક વિષયનું જ્ઞાન હોય, ન કે એવા લોકો જે માત્ર મોસમ વિભાગની માહિતી આપતા રહે, તેથી હવે કોઈ મહિલાને મળો તો માત્ર મોસમની વાતો કરવાની જગ્યાએ કોઈ નોલેજેબલ વાતો શેર કરશો તો તેમને ગમશે.

વેલ બિહેવ

કોઈ પણ મહિલાને તેનો બોયફ્રેન્ડ અથવા પાર્ટનર અન્ય લોકો સાથે સારી રીતે વાત કરે તે જોવું પણ ખૂબ ગમતું હોય છે અને મનમાંને મનમાં તે તેને જોઈને તેના તરફ આકર્ષિત થતી હોય છે.

એક્ટિવ

મહિલાઓને એવા પુરૂષો ખૂબ પસંદ આવે છે જે આઉટડોર એક્ટિવિટીની સાથે ટ્રાવેલિંગ પણ પસંદ કરતા હોય. તેમને સોફા પર બેસીને ટીવી જોતા રહે તેવા પુરૂષો સહેજ પણ પસંદ નથી આવતા. જો તમે કોઈ મહિલાને આકર્ષિત કરવા માંગતા હોવ તો એક્ટિવ રહો.

ડ્રેસિંગ સેન્સ

પુરૂષોનું ડ્રેસિંગ પણ મહિલાઓને આકર્ષિત કરતું હોય છે. તેના માટે તમારે કોઈ ફેશનિસ્ટા હોવાની કે બનવાની જરૂર નથી. માત્ર તમને ખબર હોવી જોઈએ કે ક્યા સમયે કેવું ડ્રેસિંગ યોગ્ય રહે છે. જો તમે ડેટ પર ફોર્મલ કપડા કે કોર્ટ અને ટાઈ પહેરીને જશો તો તે તમારી નેગેટિવ ઈમેજ ઊભી કરશે.

કુકિંગ

કોઈ પણ મહિલાને ઈમ્પ્રેસ કરવા માટે કુકિંગ આવડવી જરૂરી નથી, પરંતુ જો તમે રસોઈ બનાવી શકો છો તો ચોક્કસપણે તે તમારા માટે પ્લસ પોઇન્ટ સાબિત થઈ શકે છે.

ફ્રેગરન્સ

ઘણા લોકો પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે પરફ્યૂમની બોટલ ખાલી કરી નાખતા હોય છે, જે ખોટું છે. કોઈ પણ વસ્તુની અતિ સારી વાત નથી. તેમને પ્રભાવિત કરવા માટે એક સારું ફ્રેગરન્સ પણ પૂરતું છે પણ જો તે લીમિટમાં લગાવવામાં આવ્યું હોય.

ઈન્ટરેસ્ટિંગ ટોપિક

નોલેજ અને ઈન્ટરેસ્ટિંગ ટોપિક બંને વચ્ચે એક પાતળી રેખા છે, જેને સમજવી ખૂબ જરૂરી છે. તમારે તમારા જ્ઞાનને દર્શાવવાની જગ્યાએ માત્ર રસપ્રદ વિષયો વિશે વાત કરવાની છે.

પાવર ઓફ ડિશિઝન

કોઈ પુરૂષ જો પોતાના નિર્ણયો જાતે જ લઈ શકતો હોય અને તેના ઉપર કાયમ રહે તો તે મહિલાઓને ખૂબ ગમતું હોય છે. તેઓ પુરૂષોની આ બાબતને ખૂબ ધ્યાનથી નોટિસ કરતી હોય છે.

ઉદાર અને ગંભીર

ઉદાર હોવાનો અર્થ એવો નથી કે તમે તમારી પાર્ટનર પર ગિફ્ટ્સનો વરસાદ કરી દો અને તેના બિલ પે કરો. તમે સામાન્ય વસ્તુઓ, લોકોને લઈને કેટલા ઉદાર અને ગંભીર છો તે વિશે જ છે.

આ અતિ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ મહિલાનું દિલ જીતી શકો છો.




Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone


બાળપણથી સાંભળીએ છીએ કે ખુશીઓ વહેંચવાથી વધે છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આ વાત સમજાતી ન હતી. પણ હવે સંબંધોને સમજતા થયા છીએ ત્યારે તેનું મહત્વ પણ સમજાય છે. મન પર ભાર હોય તો તે કોઇને કહેવાથી હલકો થાય છે. તેનાથી જીવનમાં ઉદાસીનતાના બદલે ખુશીઓ આવે છે. આ 9 વાતોને જો જીવનમાં વણી લેવામાં આવે તો તમે હંમેશા હેપ્પી અને રીલેક્સ લાઇફ મેળવી શકો છો.
પોઝિટીવ વિચારો
સકારાત્મક વિચારો ફક્ત બીમારીને દૂર કરે છે એવું નથી, તે તમારી કાર્યક્ષમતાને પણ વધારે છે. વ્યક્તિ સૌથી વધારે દુઃખી પોતાની કરિયરને લઇને હોય છે. તેના મનમાં ભય રહે છે કે તે પોતાના પરફોર્મન્સના કારણે નોકરી ખોવી ન દે. અથવા તો તેઓ પોતાના પ્રમોશનને લઇને પણ સતત ચિંતામાં રહે છે. આ જ રીતે તેમના વિચારો તેમના કામમાં દેખાય છે. અહી કામમાં સફળતા મળે અને પ્રમોશન મળે એમ ઇચ્છો છો તો તમે તે રીતે તમારા વિચારોને પોઝિટિવલી લઇ શકો છો. કોઇ પણ વાતમાં પૂર્વગ્રહ રાખવાના બદલે તેને ફોકસ કરો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો તે આવશ્યક છે. ક્યારેક સારું વિચારો અને ખોટામાં પણ સારું વિચારીને આગળ વધો તે સારી વાત છે. જ્યારે તમે આ કામ કરો છો ત્યારે તમે સફળતા મેળવી શકો છો. 

નકારાત્મક વિચારોને કરો દૂર
જ્યારે તમે તમારી આસપાસ નજર કરો છો ત્યારે તમને અનેક એવી વાતો જાણવા મળશે જેનાથી તમે નકારાત્મકતામાં જઇ શકો છો. તે તમને દુઃખી કરવાનું મુખ્ય કારણ છે. જો તમે ખુશ રહેવા ઇચ્છો છો તો તમે સૌ પહેલાં પોતાની આસપાસની વ્યક્તિઓ સાથે જરૂર જેટલી જ વાત કરો, તેનાથી તમારામાં તેમના નેગેટિવ વિચારો આવશે નહીં. જ્યારે તમને લાગે કે તમે વધારે નકારાત્મક થઇ રહ્યા છો ત્યારે તેને એક કાગળ પર લખી નાંખો અને તેને ફેંકી દો. નેગેટિવીટી આપોઆપ ઓછી થઇ જશે. 
વધારે કસરત કરો
જીવનમાં ખુશ રહેવા માટે સારી હેલ્થ આવશ્યક છે. માનવામાં આવે છે કે જ્યારે તમે કસરત કરો છો ત્યારે તમારો મૂડ સારો રહે છે. અને માનસિક શાંતિ મળે છે. રેગ્યુલર વ્યાયામ ડિપ્રેશન દૂર કરે છે. માટે પાર્કના કેટલાક આંટા તો નિયમિત મારો. તે તમને ફ્રેશ ફીલ કરાવે છે. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે અનેક લોકોને મળો છો અને સાથે પાર્કમાં રમતા બાળકોને જુઓ છો. તેનાથી તમે તમારું દુઃખ ભૂલી જાવ છો. આ સમયે બાળપણમાં ખોવાઇને ખુશ થઇ જાઓ છો. 

પૂરતી ઊંઘ લો
અનેક સર્વેમાં જોવા મળ્યું છે કે પૂરતી ઊંઘ લેવાથી તમારી અંદરની નકારાત્મકતા ઓછી થઇ જાય છે. જ્યારે તમે સૂઇને ઊઠો છો ત્યારે તમે ફ્રેશ ફીલ કરો છો. તામને સારી રીતે કરવાની ક્ષમતા મેળવી લો છો. તેનાથી તમને નવી તાકાત મળે છે. જ્યારે તમે કોઇ કામ કરો છો ત્યારે તેનાથી તમને આનંદ મળે છે અને પોઝિટિવ એનર્જી પણ મળે છે. તે તમારી નેગેટિવિટીને દૂર કરે છે. 
સારી વાતોને રાખો યાદ
હંમેશા ખુશ રહેવાને માટે સારી વાતોને યાદ રાખો. જો તમારી સાથે કંઇ ખોટું થયું છે તો તેને ભૂલી જાઓ અને સારી વાતોને  યાદ રાખવાની કોશિશ કરો. તેનાથી તમને શાંતિ મળે છે. મોંઘી ચીજોના શોપિંગથી શાંતિ મળતી નથી પણ સારી યાદો સાથે સમય વીતાવવાથી શાંતિ મળે છે. તમારી નજીક જે લોકો છે તેમની સાથે તમારી ભાવનાઓ અને વિચારોને શેર કરો. સાચી વાત તો એ છે કે તેનાથી મળતી ખુશી અન્ય ક્યાંયથી મળતી નથી. દોસ્તોને મળીને તેમની સાથે બેસીને વીતેલા દિવસોને યાદ કરીને પણ ખુશ થઇ શકો છો. 

થોડી મદદ અને વધારે ખુશી
ક્યારેક કોઇની મદદ કરીને જુઓ, તમને અનેકગણી ખુશી મળે છે. હંમેશા કોઇની પણ મદદ કરવા તૈયાર રહો. કોઇના ચહેરા પર આનંદ લાવવામાં ખુશી મળે છે તે ઘર ખરીદવામાં મળતી નથી. સમયાંતરે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી બહાર આવીને કોઇની મદદ કરો તે આવશ્યક છે અને તેનાથી અલગ જ ખુશી મળે છે. 
લક્ષ્ય પર આપો ધ્યાન
તમારા જીવનમાં ખુશી ત્યારે જ આવે છે જ્યારે તમે તમારા કામમાં સફળ થાઓ છો. માટે તમે જ્યારે જે કામ કરો તે સફળતા સાથે કરો તે આવશ્યક છે. સફળતા માટે નવરી વાતોને બાજુ પર રાખીને કામ પર ફોકસ કરો તે આવશ્યક છે. પોતાની નોકરી અને વ્યવસાયમાં સફળતાની સાથે તમે ઊંચાઇ પર પહોંચી શકો છો. સાથે તમે સંસારમાં પણ ખુશીઓ મેળવી શકો છો. 

સ્વથી કરો પ્રેમ
જ્યારે તમે પોતાને બાજુ પર રાખીને અન્યને વિશે વિચારો છો ત્યારે તમે તમારા જીવનનો અડધો ભાગ બરબાદ કરી લો છો. આ આવશ્યક છે કે તમે પોતાનાથી પ્રેમ કરો અને સાથે અન્યની સાથે પોતાના વિચારો શેર કરો. જવાબદારીને નિભાવવી આવશ્યક છે પણ સાથે તેમાં તમે સંતુષ્ટ રહો તે પણ આવશ્યક છે. સાથે મનપસંદ કામ કરો અને પોતાનાથી પ્રેમ કરો. તો તમે ચોક્કસ ખુશ રહી શકશો અને અન્યને પણ પ્રેમ કરશો. 
લેટ ગો કરવાનું વલણ રાખો
અનેક લોકોને આદત હોય છે કે તેઓ જીવનના ખરાબ અનુભવોને સરળતાથી ભૂલતા નથી. સાથે કોઇએ તમારી સાથે ખોટું કર્યું હોય તો તમને તેનો રંજ રહ્યા કરે છે. તમારામાં લેટ ગોની વૃત્તિ રાખો અને સાથે જ અન્યને માફ કરીને જીવનમાં આગળ વધો. તમારી અંદર તેને ભૂલવાની ભાવના આવશે અને સાથે તમે તેમની વાતોને ભૂલીને ખુશ રહી શકશો.


Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone


જ્યારે બે લોકો સાથે રહેવાનું નક્કી કરે છે ત્યારે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. જ્યારે તમે માનસિક રૂપથી એડજસ્ટમેન્ટ માટે તૈયાર હોવ છો ત્યારે તમારે કોઈ પ્રકારની બાંધછોડ કરવી પડે તો તમને વધુ પડતી તકલીફ પડતી નથી. સંબંધ ત્યારે જ બગડે છે જ્યારે તમે પાત્રની ઓળખ કરવામાં થાપ ખાઓ છો. બાંધછોડ કરી શકતા નથી. તે સમયે સંબંધ જોખમાય છે. તે સમયે જરૂર એ રહે છે કે તમે તમારા જીવનસાથીની જ્યારે પસંદગી કરો તો સમજી વિચારીને કરો. તમને અને સંબંધનું મૂલ્ય સમજી શકે તેવો લાઇફ પાર્ટનર હશે તો તમારું જીવન સરળ અને સંબંધ જીવનભર મજબૂત બનેલા રહેશે.

ધૈર્ય કેટલુ છે?
કોઈ પણ સમજદાર અને મેચ્યોર વ્યક્તિની પહેલી નિશાની તેની સમજદારી હોય છે. પછી તે સામાન્ય વાતચીત હોય કે કોઈ કાર્યને પાર પાડવાનું હોય. જો માણસ તેના મગજ પરનો કમાન્ડ ગુમાવ્યા વગર કાર્ય કરે છે તો તે માનસિક રૂપથી પ્રબળ અને ધીરજવાન કહેવાય. જે વ્યક્તિ સાથે જીવન વિતાવવાનું છે તેની પાસે તમે આટલી તો અપેક્ષા રાખી જ શકો કે તે જીવનના દરેક તબક્કામાં તમારી સાથે ધીરજપૂર્વક વર્તે. આથી વ્યક્તિ પસંદગી વખતે તેના વ્યક્તિત્વનાં બીજાં બધાં પાસાંની સાથે આ ક્વોલિટીની પણ તપાસ કરવી.

અન્ય સાથેનું વર્તન
જો કોઈ વ્યક્તિ તમારી સાથે મિત્રતાપૂર્વક વર્તે અને બીજા સાથેના વર્તનમાં તે તફાવત રાખે તો સમજવું કે તે વ્યક્તિ સંબંધની પરિપક્વતાને સમજતી નથી. એક ઘરમાં પાંચ વ્યક્તિ રહેતી હોય તો સારા માનવીની એ નિશાની છે કે તે ઘરના તમામ સભ્ય સાથે સમાન વર્તન રાખશે. વ્યક્તિની સંબંધ પ્રત્યેની જવાબદારી અને પરિપક્વતાનું આંકલન તેના વર્તન પર નિર્ભર રહે છે. માનવી તેના ગુણોથી જ પુજાય છે.

ફ્યૂચર પ્લાનિંગ
તમારો પાર્ટનર ભવિષ્ય અંગે વિચાર કરે છે કે નહીં તે વાત જાણી લો. પછી તે બજેટ પ્લાનિંગ હોય, ઇન્સ્યોરન્સ પ્લાનિંગ હોય કે ભવિષ્યને લઈને સુરક્ષાની વાત હોય. જો તમારો પાર્ટનર આ બધી વસ્તુને હળવાશથી લે છે તો ભવિષ્યમાં તમારે ઘણી બધી તકલીફ થવાની સામે તેની જવાબદારી પ્રત્યેની સભાનતા ઓછી છે. વ્યક્તિ વ્યક્તિએ વિચારો જુદા હોવાના. દરેક માનવી તેની સામાજિક અને કૌટુંબિક જવાબદારી પ્રત્યે સભાન હોય તે જરૂરી નથી. તમે જે વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરો છો તેનામાં બીજા બધા ગુણની સાથે જો ભવિષ્યનું કોઈ પ્લાનિંગ ન હોય તો તેના માટે તમે સક્રિય બની શકો છો. તમે એ વાત સમજાવી શકો છો કે તમારું ભવિષ્ય હવે તેની જવાબદારી છે.
પોતાની ભૂલ પ્રત્યે સજાગ
ભૂલ તો દરેક વ્યક્તિ કરતી હોય છે. કોઈ એમ ન કહી શકે કે મારાથી ભૂલ થતી જ નથી. ભૂલ કર્યા પછી સૌથી મહત્વની બાબત એ છે કે તમારી ભૂલ માટે તમે કેટલા સજાગ છો. ઘણા બધા લોકો એ હદે અપરિપક્વ હોય છે કે પોતે કરેલી ભૂલનું દોષારોપણ બીજા પર કરતાં હોય છે. જેનું મુખ્ય કારણ વ્યક્તિનું માનસિક રીતે નબળું હોવું જાહેર કરે છે. તેમનામાં એટલું સાહસ નથી હોતું કે ભૂલનો સ્વીકાર કરીને માફી માગી લેવી જોઈએ.

રોકટોકથી સાવધાન
ભારતની આઝાદીનાં આટલાં વર્ષોના અંતે પણ જો વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત માત્ર વાંચવા પૂરતી જ હોય તો જીવનમાં તમારા ભાગે ઘણું ગુમાવવાનું રહે છે. દરેક વ્યક્તિને તેના જીવનના નાના-મોટા નિર્ણયો લેવાનો અધિકાર છે. તેમજ ઘણા બધા લોકો એ વાત ભૂલી જ જતા હોય છે કે તેમનો જીવનસાથી એક અલગ વ્યક્તિ છે. તે બીજાને પણ તેના જેવો જ બનાવવા ઇચ્છતો હોય છે અને તે એવું જ માને છે કે તે જ સાચો છે. આથી વ્યક્તિની પસંદગી વખતે એ ધ્યાન રાખવું કે તમારી સ્વતંત્રતાને તે કેટલું મહત્વ આપે છે.

વ્યક્તિ તરીકે તે કેટલા મુક્ત વિચારનો છે, તમારા પ્રત્યે કેટલી અને કેવી અપેક્ષા તે રાખે છે, વ્યક્તિ તરીકે તે કેટલો ફ્લેક્સિબલ છે, તેના વ્યવસાય કે નોકરીની બાબતને લઈને તે કેટલો સજાગ છે, બીજાની ઈર્ષા તે કરે છે કે નહીં, સ્વાર્થી છે કે નહીં જેવી નાની-મોટી દરેક બાબત ચકાસવી જોઈએ કે જેથી તમારી બાકીની જિંદગી તેની સાથે તમે સુખેથી વિતાવી શકો.

Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone


શું તમને યાદ છે પત્નીની પ્રેમાળ નજર? શું તેની આંખો આજે પણ એટલી જ ચમકે છે, જે તમારી ફની વાતો સાંભળતી વખતે ચમકતી હતી! સવારે જ્યારે તમે બંને ઉઠો છો તો શું તેના હોઠ ઉપર એવી જ મુસ્કાન જોવા મળે છે? જો આ તમામ સવાલોનો જવાબ હા છે, તો ખુશ થઇ જાવ કારણ કે તમારાં સંબંધો સુરક્ષિત છે. જો તમારાં જવાબો ના છે અથવા આ વાતને લઇને અસ્પષ્ટ છો તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સંકેતો છે - તમારી પત્ની હવે તમને પ્રેમ નથી કરતી.
આ સંકેત ખૂબ જ નાના નાના હોય છે અને ઘણીવાર તેના ઉપર પુરતું ઘ્યાન પણ નથી આપવામાં આવતું. જેમ જેમ સમય જાય છે, આપણે ઘરેલૂ અને ઓફિસના કામમાં ડૂબી જઇએ છીએ અને એકબીજાં માટે સમય નથી કાઢી શકતા. ત્યારબાદ બાળકો અથા ઘરના અન્ય મામલાઓ ઉપર જ કપલની વચ્ચે વાતચીત થાય છે અને પ્રેમ ક્યાંય પાછળ રહી જાય છે. ઘણીવાર, એવી સ્થિતિ પણ સર્જાય છે કે, પ્રેમમાં જે જોશ અને ઉત્સાહ શરૂઆતમાં દેખાય છે તે પણ દૂર થઇ જાય છે. તમારી પત્ની તમને પ્રેમ નથી કરતી અને આ લગ્નથી સંતુષ્ટ નથી તો આવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે કે તે તમને વિશ્વાસઘાત પણ કરે. તેથી તમારી આંખો ખોલો અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા પહેલાં જ તેને રોકી લો. 

હવે તે વધારે વાતચીત નથી કરતીઃ 
કોમ્યુનિકેશન કોઇ પણ સંબંધનું અભિન્ન અંગ છે. એક હેલ્ધી રિલેશનશિપમાં જોડાયેલા લોકો પોતાના જીવનની દરેક વાતને એકબીજાંને ચોક્કસથી જણાવે છે. તેઓ એકબીજાંને જણાવે છે કે, તેઓ એકબીજાંને કેટલો પ્રેમ કરે છે. પરંતુ જો પત્નીની પાસે વાતચીત કરવા માટે બાળકો અથવા કરિયાણાના સામનની યાદી જ માત્ર વિષય છે, તો સાવધાન થઇ જાવ કારણ કે આનાથી એ સંકેત મળે છે કે, તમારો સાથી તમારાંથી આકર્ષિત નથી. આ પ્રકારની સ્થિતિમાં તમે પત્ની સાથે વાત કરી શકો છો અને તેને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. આવું કરવાથી લવ લાઇફમાં નિશ્ચિત રૂપે બદલાવ આવશે. 

તે હંમેશા પોતાનામાં જ વ્યસ્ત રહે છેઃ 
જો તે હંમેશા પોતાનામાં જ વ્યસ્ત રહે છે, તો સચેત થઇ જાવ. પાર્ટનર્સને એકબીજાંનો ખ્યાલ રાખવો જોઇએ. જો તે માત્ર પોતાના હિતને લઇને ચિંતિત છે તો એ જાણી લો કે હવે તમારાં સંબંધોમાં પ્રેમનું મહત્વ નથી રહ્યું. 
તે વારંવાર તમને અપમાનિત કરે છેઃ 
અસહમતિ કોઇ પણ સંબંધમાં સામાન્ય બાબત છે, પરંતુ એકબીજાંનો અનાદર કરવો યોગ્ય નથી. પ્રેમ એકબીજાંના પ્રત્યે સન્માનથી પેદા થાય છે અને જો તે વારંવાર તમારું અપમાન કરે છે, તો આ તમારાં માટે ચેતવણીની ઘંટડી છે.
તે તમને બદલતી રહે છે, બદતર સ્થિતિ માટેઃ 
લગ્ન બાદ તમામ લોકોમાં બદલાવ આવે છે, મોટાંભાગે આ બદલાવ સારો હોય છે. દરેક પાર્ટનર આ સંબંધમાં પોતાનું યોગદાન આપે છે અને પોતાના સાથી અનુરૂપ પોતાને ઢાળે છે. આવું ઘણીવાર એકબીજાંના પ્રેમના કારણે થાય છે. પરંતુ જ્યારે સંબંધોમાં પ્રેમ નથી રહેતો તો સંબંધમાં ઝેર ઘોળાઇ જાય છે. જો તમે પોતાને ખરાબ આદતો અને હાનિકારક પરિવર્તન પ્રત્યે પથભ્રષ્ટ જૂઓ છો, તો તમારી પત્નીનું તમારાં પ્રત્યે ઉદાસીન વલણ કારણ હોઇ શકે છે. 
તે તમારી સાથે જોડાયેલી ચીજોની કાળજી નથી રાખતીઃ 
એક કપલ તરીતે તમે એક યુનિટ છો. તમે એકબીજાં સાથે જોડાયેલી અન્ય ચીજોનો ખ્યાલ રાખો છો. કપલે એકબીજાં સાથે જોડાયેલી ચીજોનો ખ્યાલ રાખવો જોઇએ. જો તમારી પત્ની તમને અથવા તમારાં સાથે જોડાયેલી કોઇ ચીજને અણદેખી કરીને નિર્ણય લે છે તો તેનો અર્થ છે કે, હવે તમારાં સંબંધમાં પ્રેમ નથી બચ્યો. 

તે તમને કોઇ પણ યોજનામાં સામેલ નથી કરતીઃ 
તમે ભલે કપલ હોવ પરંતુ દરેક પાર્ટનર ઘણીવાર પોતાના માટે કેટલીક યોજનાઓ બનાવે છે. જો તમારાં કેસમાં એવું થાય છે કે, તમારી પત્ની પોતાની યોજનાઓમાં હવે તમને સામેલ નથી કરતી અને તમને નજરઅંદાજ કરતી રહે છે, તો આવું એટલા માટે થાય છે કારણ કે તે તમારાં સાથે સમય નથી વિતાવવા ઇચ્છતી. 

તે તમારાં પરિવાર અને મિત્રોને અણદેખ્યા કરે છેઃ 
જે વ્યક્તિ તમને પ્રેમ કરે છે, તે નિશ્ચિત રૂપથી તમારાં નજીકના મિત્રો અને સંબંધોને પણ પ્રેમ કરશે. જો તે આ વસ્તુને અણદેખી કરે છે, તો સંભવતઃ તેની પાછળનું કારણ એ છે કે, તે હવે તમને પ્રેમ નથી કરતી. 

તમારી સરખામણીમાં અન્ય સાથે સારો વ્યવહાર કરે છેઃ 
પતિ હોવાના નાતે, તમે પત્ની પાસે ધ્યાન અને દેખરેખની આશા રાખી શકો છો. પરંતુ જો તે પોતાની સીમાઓની આગળ તમારી સરખામણીમાં અન્ય સાથે સારો વ્યવહાર કરે છે, તો કદાચ આ એવા સંકેતોમાંથી એક હોઇ શકે છે કે, તમારી પત્નીને તમારાંમાં રૂચિ નથી રહી. 
તે ખાસ પ્રસંગો ઉપર જ પ્રેમ વ્યક્ત કરે છેઃ 
નાના ઉપહાર અને કાર્ડ જે કપલ એકબીજાં પ્રત્યે પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કરે છે, તે માત્ર જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ સુધી જ સીમિત થઇ જાય તો કદાચ આ એક સંકેત છે કે તમારી પત્ની તમને પહેલા જેવો પ્રેમ નથી કરતી. 

Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone


મોટાભાગે સમાજમાં એવી માન્યતા છે કે મહિલાઓમાં પુરુષો કરતાં એક્સ્ટ્રા અફેર્સનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ હવે આ વાતોમાં પરિવર્તન આવી રહ્યું છે. મહિલાઓ પણ મેરેજ સિવાયના અફેર્સ ધરાવે છે. ઘણીવાર બધી રીતે સંતુષ્ટ હોવા છતાં ક્યારેક શારીરિક અસંતોષના કારણે મહિલાઓ એકસ્ટ્રા અફેર્સની તરફ વળી જતી હોય છે. આજે અહીં આવા જ કેટલાક કારણો આપવામાં આવ્યા છે જે મહિલાઓને માટે લાગૂ પડે છે.
ઘણીવાર કામના ટેન્શનમાં અને સમયના અભાવે શક્ય છે કે પુરુષો ઘરમાં મહિલાઓને પૂરતો સમય આપી શકતા નથી અને સાથે આ સમયે મહિલાઓ પોતાની 
ઇચ્છાઓને સારી રીતે વ્યક્ત કરી શકતી નથી. તેના માટે તેઓ અન્ય પુરુષો પાસેથી અપેક્ષાઓ રાખે છે. જો આ સમયે તેમને થોડો પોઝિટિવ સપોર્ટ અન્ય પાસેથી મળે છે તો તેઓ પોતાના સંબંધમાં નવો સંબંધ ઉમેરે છે અને નવા અફેર્સમાં જોડાઇને પોતાની ઇચ્છાઓને સંતોષે છે. 
શક્ય છે કે ક્યારેક પુરુષોના અફેર્સ રહેવાના કારણે મહિલાઓ પણ તેને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. તેઓ જણાવી દેવા ઇચ્છે છે કે તેઓ પણ તેમનાથી ઉતરતી નથી અને તે માટે તેઓ પણ આ રીતે અફેર્સમાં જોડાઇ જાય છે. આ સમયે તેઓ ફક્ત બદલો લેવાની ભાવનાના કારણે આ રીતના સ્ટેપ્સ લેતી હોય છે. જે ક્યારેક તેમની લાઇફ માટે જોખમી બની જાય છે. 

જ્યારે મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક અસંતુષ્ટ હોય છે ત્યારે પણ બીજા પુરુષોના વિશે વિચારે છે. આ સમયે એવું નથી હોતું કે તેમની વચ્ચે પ્રેમ નથી હોતો. 
પરંતુ સમયના અભાવે તેઓ પરસ્પરની લાગણીઓને સમજી શકતા નથી અને સાથે અન્ય પુરુષો તરફ વળી જતા હોય છે. તે વાત તેમના સંબંધને નુકશાન કરી શકે છે. 
ઘણા કિસ્સાઓમાં પાર્ટનર તરફથી મળતી શારીરિક કોમેંટના કારણે પણ બીજા પુરુષો વિષે વિચારતી થઇ જાય છે. જેમ કે તારું ફિગર પેલી જેવું નથી, તારો રંગ કાળો છે 
આ વાતો ભલે પાર્ટનર દ્વારા મજાકમાં કહેવાઇ હોય પણ તે ક્યાંક તો અફેક્ટ કરે જ છે. આ સમયે જો કોઇ તેમના વખાણ કરે છે તો તેઓ તે તરફ વળી જાય છે. 

પુરુષો મહિલાઓને કહી દે કે તેમનું શારીરિક સ્ટ્રેક્ચર પણ એટલું સારું નથી. તો તે વાત મહિલાઓને માટે નેગેટિવ ઇફેક્ટ કરે છે. આ સમયે તે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે. આમ કરીને તે પોતાનું મહત્વ વધારવાની કોશિશ કરે છે. એકસ્ટ્રા અફેરમાં આ વાત મુખ્ય રહેતી જોવા મળે છે.
કેટલીક મહિલાઓ પોતાના પાર્ટનરથી કંટાળીને પણ તેને છોડી દેતી હોય છે. મહિલાઓ પોતાના જીવનમાં કંઇક અલગ કરવા ઇચ્છતી હોવાના કારણે પોતાના પાર્ટનરને છોડીની બીજા સાથે સંબંધો વધારે છે. શક્ય છે કે તે જે વિચારે છે તેના માટે પાર્ટનર સહમત ન થતા હોય અથવા તો તેમની ઇચ્છાઓને પૂરી થવા માટે તેમને પ્રોપર સ્પેસ ન મળતી હોય.


Android, Internet Tricks, Computer Tips, Job Requirement, Life Style, Web Design, Earn Money,ios Tricks, Wordpress Themes, Windows, Smart Phone


ભાવનાત્મક રીતે સતત ટોર્ચર સહન કરતા રહેવું પણ શારીરિક રીતે થતાં અત્યાચારનો જ એક ભાગ છે. સતત થતું ઇમોશનલ ટોર્ચર કોઇ પણ વ્યક્તિને માનસિક રીતે તોડી શકે છે. પછી તમે સ્ત્રી હોવ કે પુરૂષ. જો તમે તમારાં સંબંધોને લઇને દુવિધામાં છો કે આ ઇમોશનલ અત્યાચાર છે કે નહીં, તો અહીં જણાવેલા સંકેતોથી તમે સચેત થઇ શકો છો.
હતોત્સાહિત વ્યવહાર 
શું તમારો પાર્ટનર હંમેશા એવી વાતો કરે છે, જેનાથી તમારો વિશ્વાસ ડગી જાય? જ્યારે પણ તમે સપોર્ટ માટે તેની તરફ જૂઓ ત્યારથી જ તે તમારી ખામીઓ ગણાવવા લાગે છે. શું તમે તેની સાથે કોઇ પ્લાન અથવા ડ્રીમ શૅર કરવાનું ટાળો છો? કારણ કે, તે માત્ર તેમાં ખામીઓ કાઢીને તમને ખોટાં સાબિત કરશે? જો આ સવાલનો જવાબ હા છે, તો તમારે એકવાર ફરીથી વિચાર કરવાની જરૂર છે. 

સતત ટીકા 
જ્યારે પણ તમે કોઇ કામ કરો છો, તમારો પાર્ટનર તે કામમાં માત્ર ખામીઓ જ કાઢે છે. તે તમારાં વ્યવહાર, લુક્સ અને વજનને લઇને સતત નેગેટિવ કોમેન્ટ્સ કરતો રહે છે. 

તેની સાથે પરેશાનીઓ શૅર નથી કરવા ઇચ્છતા 
ભલે તમને કોઇ વાત ગમે તેટલી પરેશાન કરતી હોય, તમે તેને પાર્ટનર સાથે એટલા માટે શૅર નથી કરતા કારણ કે તે અણદેખી કરશે. ઉપરાંત તેની સાથે શૅર કરવાથી તમને વધારે તકલીફ થશે. 

દરેક વખતે લડાઇ 
ઝગડો દરેક કપલની વચ્ચે થાય છે અને આ સામાન્ય છે. કારણ કે આનાથી સંબંધો હેલ્ધી પણ બને છે. પરંતુ જો તમારો પાર્ટનર ઝગડાંને ખતમ કરીને વાતાવરણને સામાન્ય બનાવવાની કોશિશ નથી કરતો અને તમારી પહેલ બાદ પણ તે ઝગડો કરવાનું શરૂ કરી દે છે, તો તમે ઇમોશનલ અબ્યુઝનો શિકાર છો. 

તમે પોતાને બેકફૂટ પર જોતા થઇ જાવ છો 
તમે તમારાં સંબંધમાં પોતાને બેકફૂટ પર જૂઓ છો? દરેક વખતે ભૂલ માટે માત્ર તમને જ દોષી ગણવામાં આવે છે? જેમ કે, તેનો અકસ્માત એટલા માટે થયો કારણ કે તે તમને પિક કરવા માટે આવવાનો હતો? આવા આરોપ જો તમે સહન કરી રહ્યા છો, તો પોતાને મજબૂત બનાવવાની જરૂર છે.