શું તમને યાદ છે પત્નીની પ્રેમાળ નજર? શું તેની આંખો આજે પણ એટલી જ ચમકે છે, જે તમારી ફની વાતો સાંભળતી વખતે ચમકતી હતી! સવારે જ્યારે તમે બંને ઉઠો છો તો શું તેના હોઠ ઉપર એવી જ મુસ્કાન જોવા મળે છે? જો આ તમામ સવાલોનો જવાબ હા છે, તો ખુશ થઇ જાવ કારણ કે તમારાં સંબંધો સુરક્ષિત છે. જો તમારાં જવાબો ના છે અથવા આ વાતને લઇને અસ્પષ્ટ છો તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સંકેતો છે - તમારી પત્ની હવે તમને પ્રેમ નથી કરતી.
આ સંકેત ખૂબ જ નાના નાના હોય છે અને ઘણીવાર તેના ઉપર પુરતું ઘ્યાન પણ નથી આપવામાં આવતું. જેમ જેમ સમય જાય છે, આપણે ઘરેલૂ અને ઓફિસના કામમાં ડૂબી જઇએ છીએ અને એકબીજાં માટે સમય નથી કાઢી શકતા. ત્યારબાદ બાળકો અથા ઘરના અન્ય મામલાઓ ઉપર જ કપલની વચ્ચે વાતચીત થાય છે અને પ્રેમ ક્યાંય પાછળ રહી જાય છે. ઘણીવાર, એવી સ્થિતિ પણ સર્જાય છે કે, પ્રેમમાં જે જોશ અને ઉત્સાહ શરૂઆતમાં દેખાય છે તે પણ દૂર થઇ જાય છે. તમારી પત્ની તમને પ્રેમ નથી કરતી અને આ લગ્નથી સંતુષ્ટ નથી તો આવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે કે તે તમને વિશ્વાસઘાત પણ કરે. તેથી તમારી આંખો ખોલો અને આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા પહેલાં જ તેને રોકી લો. 

હવે તે વધારે વાતચીત નથી કરતીઃ 
કોમ્યુનિકેશન કોઇ પણ સંબંધનું અભિન્ન અંગ છે. એક હેલ્ધી રિલેશનશિપમાં જોડાયેલા લોકો પોતાના જીવનની દરેક વાતને એકબીજાંને ચોક્કસથી જણાવે છે. તેઓ એકબીજાંને જણાવે છે કે, તેઓ એકબીજાંને કેટલો પ્રેમ કરે છે. પરંતુ જો પત્નીની પાસે વાતચીત કરવા માટે બાળકો અથવા કરિયાણાના સામનની યાદી જ માત્ર વિષય છે, તો સાવધાન થઇ જાવ કારણ કે આનાથી એ સંકેત મળે છે કે, તમારો સાથી તમારાંથી આકર્ષિત નથી. આ પ્રકારની સ્થિતિમાં તમે પત્ની સાથે વાત કરી શકો છો અને તેને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. આવું કરવાથી લવ લાઇફમાં નિશ્ચિત રૂપે બદલાવ આવશે. 

તે હંમેશા પોતાનામાં જ વ્યસ્ત રહે છેઃ 
જો તે હંમેશા પોતાનામાં જ વ્યસ્ત રહે છે, તો સચેત થઇ જાવ. પાર્ટનર્સને એકબીજાંનો ખ્યાલ રાખવો જોઇએ. જો તે માત્ર પોતાના હિતને લઇને ચિંતિત છે તો એ જાણી લો કે હવે તમારાં સંબંધોમાં પ્રેમનું મહત્વ નથી રહ્યું. 
તે વારંવાર તમને અપમાનિત કરે છેઃ 
અસહમતિ કોઇ પણ સંબંધમાં સામાન્ય બાબત છે, પરંતુ એકબીજાંનો અનાદર કરવો યોગ્ય નથી. પ્રેમ એકબીજાંના પ્રત્યે સન્માનથી પેદા થાય છે અને જો તે વારંવાર તમારું અપમાન કરે છે, તો આ તમારાં માટે ચેતવણીની ઘંટડી છે.
તે તમને બદલતી રહે છે, બદતર સ્થિતિ માટેઃ 
લગ્ન બાદ તમામ લોકોમાં બદલાવ આવે છે, મોટાંભાગે આ બદલાવ સારો હોય છે. દરેક પાર્ટનર આ સંબંધમાં પોતાનું યોગદાન આપે છે અને પોતાના સાથી અનુરૂપ પોતાને ઢાળે છે. આવું ઘણીવાર એકબીજાંના પ્રેમના કારણે થાય છે. પરંતુ જ્યારે સંબંધોમાં પ્રેમ નથી રહેતો તો સંબંધમાં ઝેર ઘોળાઇ જાય છે. જો તમે પોતાને ખરાબ આદતો અને હાનિકારક પરિવર્તન પ્રત્યે પથભ્રષ્ટ જૂઓ છો, તો તમારી પત્નીનું તમારાં પ્રત્યે ઉદાસીન વલણ કારણ હોઇ શકે છે. 
તે તમારી સાથે જોડાયેલી ચીજોની કાળજી નથી રાખતીઃ 
એક કપલ તરીતે તમે એક યુનિટ છો. તમે એકબીજાં સાથે જોડાયેલી અન્ય ચીજોનો ખ્યાલ રાખો છો. કપલે એકબીજાં સાથે જોડાયેલી ચીજોનો ખ્યાલ રાખવો જોઇએ. જો તમારી પત્ની તમને અથવા તમારાં સાથે જોડાયેલી કોઇ ચીજને અણદેખી કરીને નિર્ણય લે છે તો તેનો અર્થ છે કે, હવે તમારાં સંબંધમાં પ્રેમ નથી બચ્યો. 

તે તમને કોઇ પણ યોજનામાં સામેલ નથી કરતીઃ 
તમે ભલે કપલ હોવ પરંતુ દરેક પાર્ટનર ઘણીવાર પોતાના માટે કેટલીક યોજનાઓ બનાવે છે. જો તમારાં કેસમાં એવું થાય છે કે, તમારી પત્ની પોતાની યોજનાઓમાં હવે તમને સામેલ નથી કરતી અને તમને નજરઅંદાજ કરતી રહે છે, તો આવું એટલા માટે થાય છે કારણ કે તે તમારાં સાથે સમય નથી વિતાવવા ઇચ્છતી. 

તે તમારાં પરિવાર અને મિત્રોને અણદેખ્યા કરે છેઃ 
જે વ્યક્તિ તમને પ્રેમ કરે છે, તે નિશ્ચિત રૂપથી તમારાં નજીકના મિત્રો અને સંબંધોને પણ પ્રેમ કરશે. જો તે આ વસ્તુને અણદેખી કરે છે, તો સંભવતઃ તેની પાછળનું કારણ એ છે કે, તે હવે તમને પ્રેમ નથી કરતી. 

તમારી સરખામણીમાં અન્ય સાથે સારો વ્યવહાર કરે છેઃ 
પતિ હોવાના નાતે, તમે પત્ની પાસે ધ્યાન અને દેખરેખની આશા રાખી શકો છો. પરંતુ જો તે પોતાની સીમાઓની આગળ તમારી સરખામણીમાં અન્ય સાથે સારો વ્યવહાર કરે છે, તો કદાચ આ એવા સંકેતોમાંથી એક હોઇ શકે છે કે, તમારી પત્નીને તમારાંમાં રૂચિ નથી રહી. 
તે ખાસ પ્રસંગો ઉપર જ પ્રેમ વ્યક્ત કરે છેઃ 
નાના ઉપહાર અને કાર્ડ જે કપલ એકબીજાં પ્રત્યે પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કરે છે, તે માત્ર જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ સુધી જ સીમિત થઇ જાય તો કદાચ આ એક સંકેત છે કે તમારી પત્ની તમને પહેલા જેવો પ્રેમ નથી કરતી. 

Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.