મોટાભાગે સમાજમાં એવી માન્યતા છે કે મહિલાઓમાં પુરુષો કરતાં એક્સ્ટ્રા અફેર્સનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ હવે આ વાતોમાં પરિવર્તન આવી રહ્યું છે. મહિલાઓ પણ મેરેજ સિવાયના અફેર્સ ધરાવે છે. ઘણીવાર બધી રીતે સંતુષ્ટ હોવા છતાં ક્યારેક શારીરિક અસંતોષના કારણે મહિલાઓ એકસ્ટ્રા અફેર્સની તરફ વળી જતી હોય છે. આજે અહીં આવા જ કેટલાક કારણો આપવામાં આવ્યા છે જે મહિલાઓને માટે લાગૂ પડે છે.
ઘણીવાર કામના ટેન્શનમાં અને સમયના અભાવે શક્ય છે કે પુરુષો ઘરમાં મહિલાઓને પૂરતો સમય આપી શકતા નથી અને સાથે આ સમયે મહિલાઓ પોતાની
ઇચ્છાઓને
સારી રીતે વ્યક્ત કરી શકતી નથી. તેના માટે તેઓ અન્ય પુરુષો પાસેથી
અપેક્ષાઓ રાખે છે. જો આ સમયે તેમને થોડો પોઝિટિવ સપોર્ટ અન્ય પાસેથી મળે છે
તો તેઓ પોતાના સંબંધમાં નવો સંબંધ ઉમેરે છે અને નવા અફેર્સમાં જોડાઇને
પોતાની ઇચ્છાઓને સંતોષે છે.
શક્ય છે કે ક્યારેક
પુરુષોના અફેર્સ રહેવાના કારણે મહિલાઓ પણ તેને પાઠ ભણાવવાનું નક્કી કરે છે.
તેઓ જણાવી દેવા ઇચ્છે છે કે તેઓ પણ તેમનાથી ઉતરતી નથી અને તે માટે તેઓ પણ આ
રીતે અફેર્સમાં જોડાઇ જાય છે. આ સમયે તેઓ ફક્ત બદલો લેવાની ભાવનાના કારણે આ
રીતના સ્ટેપ્સ લેતી હોય છે. જે ક્યારેક તેમની લાઇફ માટે જોખમી બની જાય
છે.
જ્યારે
મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક અસંતુષ્ટ હોય છે ત્યારે પણ બીજા પુરુષોના
વિશે વિચારે છે. આ સમયે એવું નથી હોતું કે તેમની વચ્ચે પ્રેમ નથી હોતો.
પરંતુ
સમયના અભાવે તેઓ પરસ્પરની લાગણીઓને સમજી શકતા નથી અને સાથે અન્ય પુરુષો
તરફ વળી જતા હોય છે. તે વાત તેમના સંબંધને નુકશાન કરી શકે છે.
ઘણા
કિસ્સાઓમાં પાર્ટનર તરફથી મળતી શારીરિક કોમેંટના કારણે પણ બીજા પુરુષો
વિષે વિચારતી થઇ જાય છે. જેમ કે તારું ફિગર પેલી જેવું નથી, તારો રંગ કાળો
છે
આ વાતો ભલે પાર્ટનર દ્વારા મજાકમાં કહેવાઇ હોય પણ તે ક્યાંક
તો અફેક્ટ કરે જ છે. આ સમયે જો કોઇ તેમના વખાણ કરે છે તો તેઓ તે તરફ વળી
જાય છે.
પુરુષો
મહિલાઓને કહી દે કે તેમનું શારીરિક સ્ટ્રેક્ચર પણ એટલું સારું નથી. તો તે
વાત મહિલાઓને માટે નેગેટિવ ઇફેક્ટ કરે છે. આ સમયે તે પોતાની જાતને સાબિત
કરવા માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે. આમ કરીને તે પોતાનું મહત્વ વધારવાની
કોશિશ કરે છે. એકસ્ટ્રા અફેરમાં આ વાત મુખ્ય રહેતી જોવા મળે છે.
કેટલીક
મહિલાઓ પોતાના પાર્ટનરથી કંટાળીને પણ તેને છોડી દેતી હોય છે. મહિલાઓ
પોતાના જીવનમાં કંઇક અલગ કરવા ઇચ્છતી હોવાના કારણે પોતાના પાર્ટનરને છોડીની
બીજા સાથે સંબંધો વધારે છે. શક્ય છે કે તે જે વિચારે છે તેના માટે પાર્ટનર
સહમત ન થતા હોય અથવા તો તેમની ઇચ્છાઓને પૂરી થવા માટે તેમને પ્રોપર સ્પેસ ન
મળતી હોય.
Post A Comment:
0 comments:
Note: only a member of this blog may post a comment.