જ્યારે બે લોકો સાથે રહેવાનું નક્કી કરે છે ત્યારે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. જ્યારે તમે માનસિક રૂપથી એડજસ્ટમેન્ટ માટે તૈયાર હોવ છો ત્યારે તમારે કોઈ પ્રકારની બાંધછોડ કરવી પડે તો તમને વધુ પડતી તકલીફ પડતી નથી. સંબંધ ત્યારે જ બગડે છે જ્યારે તમે પાત્રની ઓળખ કરવામાં થાપ ખાઓ છો. બાંધછોડ કરી શકતા નથી. તે સમયે સંબંધ જોખમાય છે. તે સમયે જરૂર એ રહે છે કે તમે તમારા જીવનસાથીની જ્યારે પસંદગી કરો તો સમજી વિચારીને કરો. તમને અને સંબંધનું મૂલ્ય સમજી શકે તેવો લાઇફ પાર્ટનર હશે તો તમારું જીવન સરળ અને સંબંધ જીવનભર મજબૂત બનેલા રહેશે.

ધૈર્ય કેટલુ છે?
કોઈ પણ સમજદાર અને મેચ્યોર વ્યક્તિની પહેલી નિશાની તેની સમજદારી હોય છે. પછી તે સામાન્ય વાતચીત હોય કે કોઈ કાર્યને પાર પાડવાનું હોય. જો માણસ તેના મગજ પરનો કમાન્ડ ગુમાવ્યા વગર કાર્ય કરે છે તો તે માનસિક રૂપથી પ્રબળ અને ધીરજવાન કહેવાય. જે વ્યક્તિ સાથે જીવન વિતાવવાનું છે તેની પાસે તમે આટલી તો અપેક્ષા રાખી જ શકો કે તે જીવનના દરેક તબક્કામાં તમારી સાથે ધીરજપૂર્વક વર્તે. આથી વ્યક્તિ પસંદગી વખતે તેના વ્યક્તિત્વનાં બીજાં બધાં પાસાંની સાથે આ ક્વોલિટીની પણ તપાસ કરવી.

અન્ય સાથેનું વર્તન
જો કોઈ વ્યક્તિ તમારી સાથે મિત્રતાપૂર્વક વર્તે અને બીજા સાથેના વર્તનમાં તે તફાવત રાખે તો સમજવું કે તે વ્યક્તિ સંબંધની પરિપક્વતાને સમજતી નથી. એક ઘરમાં પાંચ વ્યક્તિ રહેતી હોય તો સારા માનવીની એ નિશાની છે કે તે ઘરના તમામ સભ્ય સાથે સમાન વર્તન રાખશે. વ્યક્તિની સંબંધ પ્રત્યેની જવાબદારી અને પરિપક્વતાનું આંકલન તેના વર્તન પર નિર્ભર રહે છે. માનવી તેના ગુણોથી જ પુજાય છે.

ફ્યૂચર પ્લાનિંગ
તમારો પાર્ટનર ભવિષ્ય અંગે વિચાર કરે છે કે નહીં તે વાત જાણી લો. પછી તે બજેટ પ્લાનિંગ હોય, ઇન્સ્યોરન્સ પ્લાનિંગ હોય કે ભવિષ્યને લઈને સુરક્ષાની વાત હોય. જો તમારો પાર્ટનર આ બધી વસ્તુને હળવાશથી લે છે તો ભવિષ્યમાં તમારે ઘણી બધી તકલીફ થવાની સામે તેની જવાબદારી પ્રત્યેની સભાનતા ઓછી છે. વ્યક્તિ વ્યક્તિએ વિચારો જુદા હોવાના. દરેક માનવી તેની સામાજિક અને કૌટુંબિક જવાબદારી પ્રત્યે સભાન હોય તે જરૂરી નથી. તમે જે વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરો છો તેનામાં બીજા બધા ગુણની સાથે જો ભવિષ્યનું કોઈ પ્લાનિંગ ન હોય તો તેના માટે તમે સક્રિય બની શકો છો. તમે એ વાત સમજાવી શકો છો કે તમારું ભવિષ્ય હવે તેની જવાબદારી છે.
પોતાની ભૂલ પ્રત્યે સજાગ
ભૂલ તો દરેક વ્યક્તિ કરતી હોય છે. કોઈ એમ ન કહી શકે કે મારાથી ભૂલ થતી જ નથી. ભૂલ કર્યા પછી સૌથી મહત્વની બાબત એ છે કે તમારી ભૂલ માટે તમે કેટલા સજાગ છો. ઘણા બધા લોકો એ હદે અપરિપક્વ હોય છે કે પોતે કરેલી ભૂલનું દોષારોપણ બીજા પર કરતાં હોય છે. જેનું મુખ્ય કારણ વ્યક્તિનું માનસિક રીતે નબળું હોવું જાહેર કરે છે. તેમનામાં એટલું સાહસ નથી હોતું કે ભૂલનો સ્વીકાર કરીને માફી માગી લેવી જોઈએ.

રોકટોકથી સાવધાન
ભારતની આઝાદીનાં આટલાં વર્ષોના અંતે પણ જો વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત માત્ર વાંચવા પૂરતી જ હોય તો જીવનમાં તમારા ભાગે ઘણું ગુમાવવાનું રહે છે. દરેક વ્યક્તિને તેના જીવનના નાના-મોટા નિર્ણયો લેવાનો અધિકાર છે. તેમજ ઘણા બધા લોકો એ વાત ભૂલી જ જતા હોય છે કે તેમનો જીવનસાથી એક અલગ વ્યક્તિ છે. તે બીજાને પણ તેના જેવો જ બનાવવા ઇચ્છતો હોય છે અને તે એવું જ માને છે કે તે જ સાચો છે. આથી વ્યક્તિની પસંદગી વખતે એ ધ્યાન રાખવું કે તમારી સ્વતંત્રતાને તે કેટલું મહત્વ આપે છે.

વ્યક્તિ તરીકે તે કેટલા મુક્ત વિચારનો છે, તમારા પ્રત્યે કેટલી અને કેવી અપેક્ષા તે રાખે છે, વ્યક્તિ તરીકે તે કેટલો ફ્લેક્સિબલ છે, તેના વ્યવસાય કે નોકરીની બાબતને લઈને તે કેટલો સજાગ છે, બીજાની ઈર્ષા તે કરે છે કે નહીં, સ્વાર્થી છે કે નહીં જેવી નાની-મોટી દરેક બાબત ચકાસવી જોઈએ કે જેથી તમારી બાકીની જિંદગી તેની સાથે તમે સુખેથી વિતાવી શકો.

Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.