બાળપણથી સાંભળીએ છીએ કે ખુશીઓ વહેંચવાથી વધે છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આ વાત સમજાતી ન હતી. પણ હવે સંબંધોને સમજતા થયા છીએ ત્યારે તેનું મહત્વ પણ સમજાય છે. મન પર ભાર હોય તો તે કોઇને કહેવાથી હલકો થાય છે. તેનાથી જીવનમાં ઉદાસીનતાના બદલે ખુશીઓ આવે છે. આ 9 વાતોને જો જીવનમાં વણી લેવામાં આવે તો તમે હંમેશા હેપ્પી અને રીલેક્સ લાઇફ મેળવી શકો છો.
પોઝિટીવ વિચારો
સકારાત્મક વિચારો ફક્ત બીમારીને દૂર કરે છે એવું નથી, તે તમારી કાર્યક્ષમતાને પણ વધારે છે. વ્યક્તિ સૌથી વધારે દુઃખી પોતાની કરિયરને લઇને હોય છે. તેના મનમાં ભય રહે છે કે તે પોતાના પરફોર્મન્સના કારણે નોકરી ખોવી ન દે. અથવા તો તેઓ પોતાના પ્રમોશનને લઇને પણ સતત ચિંતામાં રહે છે. આ જ રીતે તેમના વિચારો તેમના કામમાં દેખાય છે. અહી કામમાં સફળતા મળે અને પ્રમોશન મળે એમ ઇચ્છો છો તો તમે તે રીતે તમારા વિચારોને પોઝિટિવલી લઇ શકો છો. કોઇ પણ વાતમાં પૂર્વગ્રહ રાખવાના બદલે તેને ફોકસ કરો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધો તે આવશ્યક છે. ક્યારેક સારું વિચારો અને ખોટામાં પણ સારું વિચારીને આગળ વધો તે સારી વાત છે. જ્યારે તમે આ કામ કરો છો ત્યારે તમે સફળતા મેળવી શકો છો. 

નકારાત્મક વિચારોને કરો દૂર
જ્યારે તમે તમારી આસપાસ નજર કરો છો ત્યારે તમને અનેક એવી વાતો જાણવા મળશે જેનાથી તમે નકારાત્મકતામાં જઇ શકો છો. તે તમને દુઃખી કરવાનું મુખ્ય કારણ છે. જો તમે ખુશ રહેવા ઇચ્છો છો તો તમે સૌ પહેલાં પોતાની આસપાસની વ્યક્તિઓ સાથે જરૂર જેટલી જ વાત કરો, તેનાથી તમારામાં તેમના નેગેટિવ વિચારો આવશે નહીં. જ્યારે તમને લાગે કે તમે વધારે નકારાત્મક થઇ રહ્યા છો ત્યારે તેને એક કાગળ પર લખી નાંખો અને તેને ફેંકી દો. નેગેટિવીટી આપોઆપ ઓછી થઇ જશે. 
વધારે કસરત કરો
જીવનમાં ખુશ રહેવા માટે સારી હેલ્થ આવશ્યક છે. માનવામાં આવે છે કે જ્યારે તમે કસરત કરો છો ત્યારે તમારો મૂડ સારો રહે છે. અને માનસિક શાંતિ મળે છે. રેગ્યુલર વ્યાયામ ડિપ્રેશન દૂર કરે છે. માટે પાર્કના કેટલાક આંટા તો નિયમિત મારો. તે તમને ફ્રેશ ફીલ કરાવે છે. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે અનેક લોકોને મળો છો અને સાથે પાર્કમાં રમતા બાળકોને જુઓ છો. તેનાથી તમે તમારું દુઃખ ભૂલી જાવ છો. આ સમયે બાળપણમાં ખોવાઇને ખુશ થઇ જાઓ છો. 

પૂરતી ઊંઘ લો
અનેક સર્વેમાં જોવા મળ્યું છે કે પૂરતી ઊંઘ લેવાથી તમારી અંદરની નકારાત્મકતા ઓછી થઇ જાય છે. જ્યારે તમે સૂઇને ઊઠો છો ત્યારે તમે ફ્રેશ ફીલ કરો છો. તામને સારી રીતે કરવાની ક્ષમતા મેળવી લો છો. તેનાથી તમને નવી તાકાત મળે છે. જ્યારે તમે કોઇ કામ કરો છો ત્યારે તેનાથી તમને આનંદ મળે છે અને પોઝિટિવ એનર્જી પણ મળે છે. તે તમારી નેગેટિવિટીને દૂર કરે છે. 
સારી વાતોને રાખો યાદ
હંમેશા ખુશ રહેવાને માટે સારી વાતોને યાદ રાખો. જો તમારી સાથે કંઇ ખોટું થયું છે તો તેને ભૂલી જાઓ અને સારી વાતોને  યાદ રાખવાની કોશિશ કરો. તેનાથી તમને શાંતિ મળે છે. મોંઘી ચીજોના શોપિંગથી શાંતિ મળતી નથી પણ સારી યાદો સાથે સમય વીતાવવાથી શાંતિ મળે છે. તમારી નજીક જે લોકો છે તેમની સાથે તમારી ભાવનાઓ અને વિચારોને શેર કરો. સાચી વાત તો એ છે કે તેનાથી મળતી ખુશી અન્ય ક્યાંયથી મળતી નથી. દોસ્તોને મળીને તેમની સાથે બેસીને વીતેલા દિવસોને યાદ કરીને પણ ખુશ થઇ શકો છો. 

થોડી મદદ અને વધારે ખુશી
ક્યારેક કોઇની મદદ કરીને જુઓ, તમને અનેકગણી ખુશી મળે છે. હંમેશા કોઇની પણ મદદ કરવા તૈયાર રહો. કોઇના ચહેરા પર આનંદ લાવવામાં ખુશી મળે છે તે ઘર ખરીદવામાં મળતી નથી. સમયાંતરે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી બહાર આવીને કોઇની મદદ કરો તે આવશ્યક છે અને તેનાથી અલગ જ ખુશી મળે છે. 
લક્ષ્ય પર આપો ધ્યાન
તમારા જીવનમાં ખુશી ત્યારે જ આવે છે જ્યારે તમે તમારા કામમાં સફળ થાઓ છો. માટે તમે જ્યારે જે કામ કરો તે સફળતા સાથે કરો તે આવશ્યક છે. સફળતા માટે નવરી વાતોને બાજુ પર રાખીને કામ પર ફોકસ કરો તે આવશ્યક છે. પોતાની નોકરી અને વ્યવસાયમાં સફળતાની સાથે તમે ઊંચાઇ પર પહોંચી શકો છો. સાથે તમે સંસારમાં પણ ખુશીઓ મેળવી શકો છો. 

સ્વથી કરો પ્રેમ
જ્યારે તમે પોતાને બાજુ પર રાખીને અન્યને વિશે વિચારો છો ત્યારે તમે તમારા જીવનનો અડધો ભાગ બરબાદ કરી લો છો. આ આવશ્યક છે કે તમે પોતાનાથી પ્રેમ કરો અને સાથે અન્યની સાથે પોતાના વિચારો શેર કરો. જવાબદારીને નિભાવવી આવશ્યક છે પણ સાથે તેમાં તમે સંતુષ્ટ રહો તે પણ આવશ્યક છે. સાથે મનપસંદ કામ કરો અને પોતાનાથી પ્રેમ કરો. તો તમે ચોક્કસ ખુશ રહી શકશો અને અન્યને પણ પ્રેમ કરશો. 
લેટ ગો કરવાનું વલણ રાખો
અનેક લોકોને આદત હોય છે કે તેઓ જીવનના ખરાબ અનુભવોને સરળતાથી ભૂલતા નથી. સાથે કોઇએ તમારી સાથે ખોટું કર્યું હોય તો તમને તેનો રંજ રહ્યા કરે છે. તમારામાં લેટ ગોની વૃત્તિ રાખો અને સાથે જ અન્યને માફ કરીને જીવનમાં આગળ વધો. તમારી અંદર તેને ભૂલવાની ભાવના આવશે અને સાથે તમે તેમની વાતોને ભૂલીને ખુશ રહી શકશો.


Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.