આખરે ઘરેલુ હિંસા છે શું? ચારદીવાલોની અંદર થવાવાળી દરેક હિંસા આ શ્રેણીમાં આવે છે. જ્યારે બે લોકોની વચ્ચે પ્રેમ સન્માન અને સહાનુભૂતિની ભાવના ખતમ થઈને નફરત અને ક્રૂરતા જન્મ લે છે ત્યારે તે ઘરેલુ હિંસા બની જાય છે. આ શારીરિક, સેક્સુઅલ અને વ્યાવહારિક ત્રણેય પ્રકારની હોઈ શકે છે. એવામાં એ જાણવું ખૂબ જરૂરી થઈ જાય છે કે ઘરેલુ હિંસાના ક્યા-ક્યા કારણો હોઈ શકે છે. આપણી આજુબાજુ થતી ઘરેલુ હિંસાઓ ઉપર ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવશે કે ઘરમાં પદ-પ્રતિષ્ઠા, પૈસા અને અન્ય ભૌતિક સુખોને લીધે જ મોટાભાગના કિસ્સાઓ ઘરેલુ હિંસાનું રૂપ લઈ લેતા હોય છે. કેટલીક વખત બદલો લેવાની ભાવના પણ ઘરેલુ હિંસાને જન્મ આપવાનું કામ કરે છે.
ઘરેલુ હિંસા એક અપરાધ છે, તેમ છતાં તેની સાથે જોડાયેલા મોટાભાગના કિસ્સાઓ સામે નથી આવી શકતા. કેટલીક વખત ઘર-પરિવારના ડરથી તો કેટલીક વખત સમાજમાં સન્માન ખોવાઈ જવાના ડરથી લોકો તેને જાહેર નથી થવા દેતા. આવી પરિસ્થિતિમાં ભોગ બનેલી વ્યક્તિ યાતનાઓ સહન કરતી રહે છે અને યાતનાઓ આપનાર પોતાની દુશ્મનાવટ કાઢતો રહે છે. સંબંધો સાથે જોડાયેલા કિસ્સાઓમાં નિષ્ણાતોનું એવું માનવું છે કે છેલ્લા થોડા સમયમાં આ પ્રકારના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. પાર્ટનર્સની વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પ્રેમ ખતમ થઈ જવા પર જ વસ્તુઓ આ મુકામે પહોંચી જાય છે.

ઘરેલુ હિંસાના પ્રભાવ
ઘરેલુ હિંસાના પ્રભાવનો ઉલ્લેખ કરતા પહેલા એક વાત સમજી લેવી જોઈએ કે પરિવાર સમાજનો ભાગ છે અને જો પરિવારમાં તકરાર કે કંકાસ છે તો તેની સીધી અસર સમાજ પર પડશે. મોટાભાગના કિસ્સાઓમાં મહિલાઓ જ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે, પરંતુ એવું પણ નથી કે પુરૂષો તેનાથી બાકાત છે. આજે અમે તમને જણાવીશું કે ઘરેલુ હિંસાની સંબંધો પર કેવી અસર પડે છે...

ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિ ક્યારેય પોતાના ડરથી બહાર નથી આવી શકતી
જો કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં ઘરેલુ હિંસાનો સામનો કર્યો હોય તો તેના માટે આ ડરથી બહાર આવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. સતત હિંસાનો ભોગ બન્યાં પછી તેની વિચારધારામાં એટલી હદે નકારાત્મકતા હાવી થઈ જાય છે કે તેને પોતાને સ્થિર કરવામાં વર્ષો લાગી જાય છે. અને તેના આ ડરની સીધી અસર તેના અન્ય સંબંધો ઉપર પણ પડે છે.

માનસિક આઘાત વ્યક્તિને અંદર સુધી તોડીને રાખી દે છે
ઘરેલુ હિંસાનું સૌથી ખરાબ પાસું એ છે કે ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિ ક્યારેય માનસિક આઘાતથી બહાર નથી આવી શકતી. આવા કિસ્સાઓમાં કાયમ જોવા મળે છે કે વ્યક્તિ કાં તો પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અથવા પછી વિષાદનો ભોગ બની જાય છે. ઘરેલુ હિંસાથી પીડિત વ્યક્તિ ક્યારેય કોઈ પણ સંબંધ ઉપર વિશ્વાસ નથી કરી શકતી.

આ એક એવી તકલીફ છે જેની દવા ભાગ્યે જ કોઈ પાસે હોય
એવા કિસ્સાઓ જેમાં શારીરિક યાતના પણ શામેલ હોય તેમાં પીડિતને અતિશય તકલીફો સહન કરવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં શારીરિક અસમર્થતાની પણ સ્થિતિ આવી જાય છે અથવા પછી શરીરનો કોઈ અંગ કામ કરવાનું જ બંધ કરી દે છે. તેની સાથે કેટલીક ઈજાઓ એવી હોય છે જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

મનોરોગની સ્થિતિમાં પહોંચી જાય છે પીડિત
ઘરેલુ હિંસાનું આ સૌથી ખતરનાક અને દુઃખદ પાસું છે. જે લોકો પર આપણે આંધળો વિશ્વાસ કરતા હોઈએ છીએ અને જેમની સાથે રહેતા હોઈએ જ્યારે એ જ વ્યક્તિ આ પ્રકારનું દુઃખ આપે છે તો વ્યક્તિનો સંબંધો ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે અને તે સ્વયંને એકલું બનાવી લે છે. તે પોતાના મનમાં ને મનમાં એ એવું માની લે છે કે તેનું આ દુનિયામાં કોઈ નથી અને તેને પોતાના સહારે જ રહેવાનું છે. કેટલીક વખત આવી સ્થિતિમાં લોકો આપઘાત પણ કરી શકે છે.

આવી સ્થિતિમાં ખૂબ જરૂરી છે કે ન તો ઘરેલુ હિંસાને પ્રોત્સાહન આપવું અને ન તો તેનો શિકાર બનવો. કોઈ પણ પ્રકારની ઘરેલુ હિંસા, હિંસા જ છે અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જરૂરી છે.



Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.