પુરુષ એવું વિચારે છે કે સ્ત્રી તેની જેમ વિચારે, વાત કરે અને પ્રતિભાવ આપે. જ્યારે સ્ત્રીઓ વિચારે છે કે પુરુષ તેની જેમ ફીલ કરે, વાત કરે અને પ્રતિભાવ આપે. જે મોટાભાગના સમયમાં શક્ય નથી. કારણ કે પુરુષ અને સ્ત્રીનું અગલ હોવું નેચરલ છે. આ બધી બાબતોને ભૂલી જવાથી સમસ્યાનું સર્જન થયું છે. પુરુષ અને સ્ત્રી કઈ રીતે અલગ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે.



પુરુષો પોતાની સમસ્યા કોઈને કહેતા નથી અને તેને જાતે જ ઉકેલવાની કોશિશ કરે છે. બહુ થાય તો કોઈ અનુભવીની સલાહ લે છે. જ્યારે સ્રીઓ દરેક નાની મોટી વાત એકબીજા સાથે શેર કરે છે, અહીં સ્ત્રી સોલ્યુશન માટે નહીં પણ પોતાની ફીલિંગ શેર કરવા માટે વાત કરે છે.

આ જોઈએ કે પુરુષોએ કઈ કઈ 5 બાબતને સમજવાની જરૂર છે અને સ્ત્રીઓએ પણ પુરુષોને લઈને કઈ 5 બાબતને સમજવાની જરૂર છે. આટલું સમજાય જાય તો મોટાભાગના ઝગડા થતા જ બંધ થઈ જશે.

પુરુષોએ આ પાંચ મુદ્દાને સમજી તેનું ધ્યાન રાખવું જોઈએ

1. સ્ત્રીઓના દરેક ઈસ્યુને લોજીકલ ઉલેક આપીને તેને ઝડપથી સમાપ્ત કરવાની કોશિશ ન કરો. કારણ કે મોટાભાગની સ્ત્રીઓ પોતાની સમસ્યાને જણાવવા માટે વાતો નથી કરતી પરંતુ, પોતાની ફિલિંગ શેર કરવા માટે વાતો કરે છે. જ્યા સુધી તે સોલ્યુશન ન પુછે ત્યા સુધી સામેથી સોલ્યુશન ન આપો.

2. મહિલા જ્યારે મુશ્કેલી કે ટ્રેન્શનમાં હોય છે ત્યારે વાતો કરીને પોતાના મને હળવું કરે છે. તેથી તમે તેને દિલ ખોલીને વાત કરવા દો. વચ્ચે તમે તમારો અભિપ્રાય ન આપો કે દલીલો ન કરો. આમ કરવાથી તેનો ટ્રેસ ઓછો થશે.

3. તેથી કેર કરો, આવું કરવાથી તેને પ્રેમની અનુભૂતિ કરાવશે.  તેની સંભાળ કરી શકાય તેટલી અલગ અલગ રીતે કરો અને તેને બતાવતા રહો કે તમે તેની કેટલી કાળજી રાખો છો.

4. દુ:ખી રહેવુ મહિલાઓ માટે નેચરલી વસ્તુ છે. તમે તેને સારું ફિલ કરાવી નથી શકતા તો ગુસ્સો ન કરો. આ સમયે તેની સાથે રહો અને વાતો કરી તેને સપોર્ટ કરો. અમુક સમય પછી તેનો મૂડ આપોઆપ ઠીક થઈ જશે.

5. નાની નાની દરેક વસ્તુ મહિલાઓ માટે ખૂબ જ મહત્વની છે. એટલા માટે તમે તેના માટે નાની નાની વસ્તુઓ પણ કરતા રહો.

સ્ત્રીઓએ આ પાંચ મુદ્દાને સમજી તેનું ધ્યાન રાખવું જોઈએ

1. પુરુષના ઓપિનિયન અને સલાહને મહત્વ આપો. તે ગંભીર થઈને કોઈ સલાહ આપી રહ્યો છે તો તેને માની લો. પછી ભલે તમને તે યોગ્ય ન લાગે. તે વસ્તુ તેને આદર અને પ્રેમ અપાવશે.
2. તણાવમાં પુરુષ શાંત રહેવા માંગે છે તો દલીલો કરી ઝઘડો કરવાની કોશિશ ન કરો, પ્રેમથી વાત કરો અને તેને કોઈ વસ્તુ માટે દોષારોપણ ન કરો.

3. પુરુષને હંમેશા ફીલ કરાવો કે તમને તેની કેટલી જરૂર છે. તેને ફીલ કરાવો કે તમે તેના પર ડિપેન્ડન્ટ હોવાથી ડરતા નથી અને તે તમારી દરેક જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. તમારો આ વિશ્વાસ તેને પ્રોત્સાહિત કરશે અને પ્રેમ વધારશે.

4. તણાવમાં કે કોઈ કારણોસર પુરુષ તમારાથી દૂર રહી પોતાના મિત્રો સમય પસાર કરવા માંગે છે તો એવું ન વિચારો કે તે તમને પ્રેમ નથી કરતો. તેને જવાદો તે પરત આવી તમને વધુ પ્રેમ કરશે.

5.  પુરુષોને એ ખ્યાલ નથી હોતો કે નાની નાની વસ્તુઓ તમારા માટે કેટલી મહત્વની છે અને આ બાબતો તમને કેટલો ખાસ અનુભવ આપે છે. એટલા માટે તમે ખુલીને જણાવો કે તમને કઈ નાની નાની બાબતો સારું ફીલ કરાવે છે.

Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.