જો તમે પણ કોઈ યુવતીને પસંદ કરતા હોવ તો તેને પ્રપોઝ કરતા પહેલા પોતાની આ એક ખાસ વસ્તુ પર સહેજ ધ્ચાન આપો. 
જો તમે પણ કોઈ યુવતીને પસંદ કરતા હોવ તો તેને પ્રપોઝ કરતા પહેલા પોતાની આ એક ખાસ વસ્તુ પર સહેજ ધ્ચાન આપો. આ ખાસ વાતોના અભાવના કારણે મહિલાઓ તમને જરા પણ પસંદ નહીં કરે. મોટાભાગના પુરૂષો આ વાતને લઈને પરેશાન રહેતા હોય છે કે આખરે તેઓ એવું શું કહે અથવા કરે જેનાથી મહિલાઓ ખુશ થઈ જાય. મહિલાઓને વખાણ સાંભળવા પસંદ હોય છે, એ એક હકીકત છે. મહિલાઓના ગમે તેટલા વખાણ કરો તે ઓછા જ છે. પરંતુ માત્ર વખાણ કરવાથી કોઈ મહિલા ઈમ્પ્રેસ નથી થતી એટલે જ આજે અમે તમને એવી કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરી શકો છો.

રિસ્પેક્ટ
માત્ર મહિલાઓ જ નહીં બલકે આ દુનિયામાં દરેક વ્યક્તિ રિસ્પેક્ટ ઈચ્છે છે. પરંતુ જો તમે મહિલાઓને આકર્ષિત કરવા ઈચ્છતા હોવ તો તેમને જ નહીં બલકે દરેક વ્યક્તિ અને વસ્તુને રિસ્પેક્ટ આપતા શીખો. મહિલાઓ આવી નાની-મોટી બાબતો વધુ નોટિસ કરતી હોય છે. તમારી આ એક બાબત તેમને પ્રભાવિત કરશે.

સેન્સ ઓફ હ્યુમર
મહિલાઓને એવા પુરૂષો વધુ પસંદ આવે છે જે તેમને નાની-નાની વાતમાં પણ હંસાવી શકે. તેમજ તેઓ એવા પુરૂષો તરફ વધુ આકર્ષિત થતી હોય છે જેમનું સેન્સ ઓફ હ્યુમર કમાલનો હોય છે.

ઈમાનદારી
ઈમાનદારી એક એવો ગુણ છે જે તમને કોઈ પણ મહિલાના દિલમાં સ્થાન અપાવી શકે છે. જો આ એક ગુણ તમારી અંદર હશે તો તમે ચોક્કસ કોઈ પણ મહિલાને આકર્ષિત કરી શકો છો.

નોલેજ

મહિલાઓ કાયમ એવા લોકો તરફ વધુ આકર્ષિત થતી હોય જે જેમને દરેક વિષયનું જ્ઞાન હોય, ન કે એવા લોકો જે માત્ર મોસમ વિભાગની માહિતી આપતા રહે, તેથી હવે કોઈ મહિલાને મળો તો માત્ર મોસમની વાતો કરવાની જગ્યાએ કોઈ નોલેજેબલ વાતો શેર કરશો તો તેમને ગમશે.

વેલ બિહેવ

કોઈ પણ મહિલાને તેનો બોયફ્રેન્ડ અથવા પાર્ટનર અન્ય લોકો સાથે સારી રીતે વાત કરે તે જોવું પણ ખૂબ ગમતું હોય છે અને મનમાંને મનમાં તે તેને જોઈને તેના તરફ આકર્ષિત થતી હોય છે.

એક્ટિવ

મહિલાઓને એવા પુરૂષો ખૂબ પસંદ આવે છે જે આઉટડોર એક્ટિવિટીની સાથે ટ્રાવેલિંગ પણ પસંદ કરતા હોય. તેમને સોફા પર બેસીને ટીવી જોતા રહે તેવા પુરૂષો સહેજ પણ પસંદ નથી આવતા. જો તમે કોઈ મહિલાને આકર્ષિત કરવા માંગતા હોવ તો એક્ટિવ રહો.

ડ્રેસિંગ સેન્સ

પુરૂષોનું ડ્રેસિંગ પણ મહિલાઓને આકર્ષિત કરતું હોય છે. તેના માટે તમારે કોઈ ફેશનિસ્ટા હોવાની કે બનવાની જરૂર નથી. માત્ર તમને ખબર હોવી જોઈએ કે ક્યા સમયે કેવું ડ્રેસિંગ યોગ્ય રહે છે. જો તમે ડેટ પર ફોર્મલ કપડા કે કોર્ટ અને ટાઈ પહેરીને જશો તો તે તમારી નેગેટિવ ઈમેજ ઊભી કરશે.

કુકિંગ

કોઈ પણ મહિલાને ઈમ્પ્રેસ કરવા માટે કુકિંગ આવડવી જરૂરી નથી, પરંતુ જો તમે રસોઈ બનાવી શકો છો તો ચોક્કસપણે તે તમારા માટે પ્લસ પોઇન્ટ સાબિત થઈ શકે છે.

ફ્રેગરન્સ

ઘણા લોકો પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે પરફ્યૂમની બોટલ ખાલી કરી નાખતા હોય છે, જે ખોટું છે. કોઈ પણ વસ્તુની અતિ સારી વાત નથી. તેમને પ્રભાવિત કરવા માટે એક સારું ફ્રેગરન્સ પણ પૂરતું છે પણ જો તે લીમિટમાં લગાવવામાં આવ્યું હોય.

ઈન્ટરેસ્ટિંગ ટોપિક

નોલેજ અને ઈન્ટરેસ્ટિંગ ટોપિક બંને વચ્ચે એક પાતળી રેખા છે, જેને સમજવી ખૂબ જરૂરી છે. તમારે તમારા જ્ઞાનને દર્શાવવાની જગ્યાએ માત્ર રસપ્રદ વિષયો વિશે વાત કરવાની છે.

પાવર ઓફ ડિશિઝન

કોઈ પુરૂષ જો પોતાના નિર્ણયો જાતે જ લઈ શકતો હોય અને તેના ઉપર કાયમ રહે તો તે મહિલાઓને ખૂબ ગમતું હોય છે. તેઓ પુરૂષોની આ બાબતને ખૂબ ધ્યાનથી નોટિસ કરતી હોય છે.

ઉદાર અને ગંભીર

ઉદાર હોવાનો અર્થ એવો નથી કે તમે તમારી પાર્ટનર પર ગિફ્ટ્સનો વરસાદ કરી દો અને તેના બિલ પે કરો. તમે સામાન્ય વસ્તુઓ, લોકોને લઈને કેટલા ઉદાર અને ગંભીર છો તે વિશે જ છે.

આ અતિ અગત્યની બાબતોને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ મહિલાનું દિલ જીતી શકો છો.




Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.