પુરુષ હોય કે સ્ત્રી દરેકની પોતાની એક આગવી ઓળખ, આદત, જીવનશૈલી, વલણ અને પોતાના મૌલિક વિચારો હોય છે. તેમને કોઈની સાથે સરખાવવા યોગ્ય નથી, પરંતુ મહિલાઓ કદાચ આ વાત ભૂલી જતી હોય છે અને તેઓ પોતાના પતિની સરખામણી અન્ય પુરુષો સાથે કરવા લાગતી હોય છે જે કોઈ પણ દૃષ્ટિએ યોગ્ય નથી.

 સરખામણી કાયમ ખરાબ જ હોય છે, પછી તે કોઈ પણ સંદર્ભમાં કેમ ન કરવામાં આવી હોય! પુરુષોને પોતાની સરખામણી થાય એ સહેજ પણ પસંદ નથી હોતું, એમાં પણ ખાસ કરીને જ્યારે સરખામણી તેની પત્ની દ્વારા જ કરવામાં આવી હોય. મહિલા અને પુરુષ બંનેને કોઈ અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી પસંદ નથી હોતી. પુરુષનો અહંકાર ઘવાતો હોય છે, જ્યારે તેની કોઈ અન્ય સાથે સરખામણી કરવામાં આવે છે. પુરુષોને અમુક લોકો સાથે પોતાની સરખામણી કરવી જરા પણ પસંદ નથી હોતી માટે ક્યારેય પણ તેમની સરખામણી એ લોકો સાથે ન કરવી જોઈએ. તમે તમારા પતિની સરખામણી કોઈ ખરાબ ભાવથી નહીં કરતાં હોવ, પરંતુ તેમ છતાં તમારા દ્વારા કરવામાં આવતી તમારા પતિની સરખામણી તેમના મનમાં ગેરસમજ ઉત્પન્ન કરી શકે છે. તો હવેથી જ્યારે તમે તમારા પતિની સરખામણી આ વ્યક્તિ સાથે કરો ત્યારે બે વખત વિચારજો…

પિતા સાથે
સરખામણી કોઈ પણ સંદર્ભમાં થાય તે ખરાબ જ હોય છે. સરખામણી કોઈ પણ વ્યક્તિના આત્મવિશ્વાસને ચોટ પહોંચાડી શકે છે. પુરુષોને તેમના સસરા સાથે સરખામણી થાય તે ક્યારેય નથી ગમતું. તેઓ જાણે છે કે તમારા પિતા તમારા જીવનની સૌથી ખાસ વ્યક્તિ છે અને તમે તેમની નાનકડી પ્રિન્સેસ છો, પરંતુ એક પુરુષ તરીકે તેઓ તમારા જીવનમાં સૌથી શ્રેષ્ઠ બનવા માગે છે. તેઓને એ નથી ગમતું કે તમને એમના કરતાં કોઈ અન્ય વ્યક્તિ ઉત્તમ લાગે. આ પ્રકારની સરખામણી તમારા સંબંધો ઉપર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. તમારા પિતા ચોક્કસ તમારા માટે બહુ જ ખાસ હશે, પરંતુ તમારા પતિની સરખામણી તમારા પિતા સાથે કરવાની જરાય જરૂર નથી. દરેક વ્યક્તિ જુદી-જુદી હોય છે.

ભાઈ સાથે
સ્ત્રીના જીવનમાં પિતા પછી ભાઈનું જ સ્થાન હોય છે. ભાઈ તેની બહેનની તમામ જરૂરિયાતો કહ્યા પહેલાં જ પૂરી કરી દેતો હોય છે. તેની બહેનને શું જોઈએ છે અને તેને કઈ વાત પસંદ નથી, આ બધું જ તેનો ભાઈ યાદ રાખતો હોય છે. લગ્ન બાદ જ્યારે તે પોતાના પતિમાં પણ એ જ ખૂબીઓ શોધે છે અને તે નથી દેખાતી ત્યારે તે પોતાના પતિને તેના ભાઈ સાથે સરખાવવા લાગે છે, જે યોગ્ય નથી. પુરુષને કોઈ પણ વ્યક્તિ સાથે સરખાવવા ન જોઈએ, કારણ કે તેની પોતાની કોઈ ખૂબીઓ અને ખામીઓ હોય છે. તમારા પતિમાં જે ખૂબીઓ છે બની શકે એ તમારા ભાઈમાં ન હોય, માટે ક્યારેય તમારા પતિને તમારા ભાઈ સાથે સરખાવવાની ભૂલ ન કરશો. સરખામણી કોઈ પણ રીતે યોગ્ય નથી.

ખાસ મિત્ર સાથે
તમારે કોઈ ખાસ મિત્ર છે અને તે મિત્ર પુરુષ છે તથા તમે તેની સરખામણી તમારા પતિ સાથે કરી રહ્યાં હોવ તો બી કેરફુલ, કારણ કે એક પુરુષ એ ક્યારેય નહીં સ્વીકારી શકે કે તેની પત્નીના જીવનમાં તેના જેટલું જ મહત્વ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ હોય! તમારા પતિ આ ક્યારેય નહીં સ્વીકારે. તેઓ કાયમ તમારા બેસ્ટ ફ્રેન્ડ અને સાથી બંને હોવાની ઇચ્છા ધરાવતા હોય છે તથા તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાનું આ સ્થાન અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરવું પસંદ નહીં કરે. પતિ-પત્નીના સંબંધોમાં કોઈ ત્રીજી વ્યક્તિની મોજુદગી ક્યારેય સ્વીકાર્ય નથી હોતી, માટે જો તમે પણ આવું જ કંઈક કરી રહ્યાં હોવ તો સાચવજો કદાચ તમારી આ વાત તમારા લગ્નસંબંધ ઉપર નકારાત્મક અસર મૂકી શકે છે.

બહેનપણીના પતિ સાથે
મોટાભાગના પુરુષોને સરખામણી જરાય પસંદ નથી હોતી. જ્યારે તમે તમારા પતિને એવું કહો કે તમારી એક ફ્રેન્ડના પતિએ તેને કોઈ એવી વસ્તુ અપાવી જે તેને બહુ જ પસંદ છે ત્યારે તેમને બહુ જ દુઃખ થતું હોય છે કે તેઓ તમને એ પ્રકારની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ નથી આપી શકતા. આ વાત તેમના મનમાં ઘર કરી જશે અને તેમને વારંવાર એ અહેસાસ કરાવશે કે તેઓ તમારી પસંદ-નાપસંદ નથી સમજી શકતા. તમે જ્યારે તમારા પતિની સરખામણી અન્ય કોઈ વ્યક્તિ સાથે કરો ત્યારે પહેલાં તમારી જાતને તેમની જગ્યાએ મૂકીને વિચારજો કે કોઈ તમારી સરખામણી કરે તો શું તમને પસંદ આવશે? ત્યારબાદ જ તમારા પતિની સરખામણી કોઈ અન્ય વ્યક્તિ સાથે કરજો.

સરખામણીથી અસંતોષ થાય છે
કોઈ પણ વ્યક્તિની સરખામણી જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સાથે થાય છે તો એ ક્યારેય સારી નથી હોતી. સરખામણી દેખાવ બાબતે હોય, ઇન્કમ બાબતે હોય, જીવનશૈલી બાબતે હોય કે પછી વ્યક્તિના વર્તન બાબતે કરવામાં આવતી હોય, તુલના માત્ર ને માત્ર તમારા મનમાં અસંતોષની ભાવના જ જાગૃત કરે છે. તમે જ્યારે કોઈની સરખામણી કરો ત્યારે પોતાને એ જગ્યાએ રાખી વિચારજો અને પછી જ કોઈ પગલાં લેજો. સરખામણી સંબંધોમાં અસંતોષ જ જાગૃત કરે છે, માટે ક્યારેય કોઈની સરખામણી ન કરવી જોઈએ.

દરેકની પોતાની ખૂબી અને ખામી હોય છે
દરેક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે. દરેકની પોતાની અમુક ખૂબીઓ હોય છે તો અમુક ખામીઓ પણ હોય છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. આપણી વિચારધારા જ હોય છે જે કોઈ વ્યક્તિને પરફેક્ટ તો કોઈ વ્યક્તિને ઇમપરફેક્ટ બનાવે છે. તમે જે વ્યક્તિ સાથે તમારા પતિની સરખામણી કરી રહ્યાં છો તેની અંદર પણ અમુક ખામીઓ હશે જેના વિશે કદાચ તમે અજાણ હશો, માટે વ્યક્તિની ખામીઓ જોવાની જગ્યાએ તેની અંદર રહેલી ખૂબીઓ જોવાની કોશિશ કરો. હકારાત્મક વલણ તમારા સંબંધોને વધુ જીવંત બનાવશે.
Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.