લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઈ પણ મહિલાના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું એક પુરૂષ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે એવામાં જો તમે કોઈ યુવતીને પ્રપોઝ કર્યું હોય અને તમને તે કંઈક આ પ્રકારના જવાબ આપે તો સમજી જજો કે તેની ના છે. આજે અમે તમને એવી જ 10 વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કહેશે કે તેની હા છે કે ના, તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારમાં...
હું અત્યારે રિલેશનશિપ માટે તૈયાર નથી.
જો
કોઈ યુવતી તમને આવો કોઈ જવાબ આપે છે તો તેનો સીધો અર્થ છે કે તે તમારી
સાથે પ્રેમ સંબંધ નથી બનાવવા ઈચ્છતી. તેમનું આવું સ્ટેટમેંટ સ્પષ્ટ જણાવે
છે કે તે તમારામાં ઇન્ટરેસ્ટેડ નથી.
મને લાગે છે અત્યારે મારે સ્વયં પર વધુ ધ્યાન આપવું જોઈએ
જો
કોઈ યુવતી તમને આવો જવાબ આપે છે તો વાસ્તવમાં તેનો અર્થ થાય છે કે તે
તમારી સાથે રિલેશનશિપમાં હોવાની જગ્યાએ સિંગલ રહેવું વધુ પસંદ કરશે.
હું તને એ દૃષ્ટિથી નથી જોતી
કોઈ
પણ યુવતી જ્યારે આવું કહે છે તો તેનો અર્થ છે કે તમે તેના માટે માત્ર એક
સારા મિત્ર છો અને તે તમને એક સારા મિત્ર કરતા વધુ કંઈ નથી સમજતી.
મને નથી લાગતું આ યોગ્ય સમય છે કદાચ પછી ક્યારેક
આવો
જવાબ મળે તો તેનો અર્થ છે કે તેઓ તમારી સાથે કોઈ પણ જાતના સંબંધ રાખવામાં
રસ નથી ધરાવતી, પરંતુ તમે અત્યાર સુધી તેમને જે ખાસ મહેસુસ કરાવતા આવ્યાં
છો તેને પણ ગુમાવવા નથી ઈચ્છતી.
મારી લાઇફમાં અન્ય કોઈ છે
ભલે
તમને ખબર હોય કે તેઓ સિંગલ છે, પરંતુ જો તે એવું કહી રહી છે તો તેનો અર્થ
છે કે તે નથી ઈચ્છતી કે તમે બીજી વખત ક્યારેય તેની સાથે આ પ્રકારની કોઈ
વાતચીત કરો.
હું આ સપ્તાહ ખૂબ વ્યસ્ત છું
આ જવાબનો સીધો અર્થ છે કે તે તમારી સાથે ક્યાંક ફરવા નથી જવા ઈચ્છતી.
ઓહ!કાશ હું આવી શકતી, પરંતુ મારી તબિયત ખરાબ છે
આવું
બહાનું કર્યા પછી જો તે તમને ક્યાંક બહાર હરતા-ફરતા કે પાર્ટી કરતા દેખાઈ
જાય તો સમજી જવું કે તે તમારેથી અંતર બનાવીને રહેવા ઈચ્છે છે એટલે તેનાથી
શક્ય હોય એટલું અંતર જાળવવું.
જો તે તમારા ફોન કોલ્સ નથી રિસીવ કરતી અથવા મેસેજનો જવાબ નથી આપતી
જો
તમારી ગર્લફ્રેંડ તમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરે છે તો સમજી જવું કે
તમે તેને ફોન કરીને પરેશાન કરો છો અને બને તેટલા જલ્દી તેને ફોન કે મેસેજ
કરી તેમને પરેશાન કરવાનું બંધ કરી દેવું જોઈએ.
મેસેજમાં જોયું
જે તમે લખ્યું તે તેને વાંચ્યું, પરંતુ જે પણ તમે જવાબ આપી રહ્યા છો તેમાં તેને કોઈ રસ નથી અને ક્યારેય ભવિષ્યમાં રહેવાનો પણ નથી.
જ્યારે તમે તેનાથી પૂછો છો ત્યારે તે કંફ્યૂઝ હોય છે
જ્યારે પણ હું બોર થાવ છું અને મારી પાસે કરવામાં કંઈ નથી હોતુ ત્યારે શક્ય છે કે હું તારી સાથે ફરવા જઉં અથવા ન જઉં.
Post A Comment:
0 comments:
Note: only a member of this blog may post a comment.