લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પુરૂષ હોય કે મહિલા બંને માટે લગ્ન એક્સાઇટમેંટની સાથે કમિટમેંટ અને એડજસ્ટમેંટનું બીજું નામ છે. કેટલા બધા લોકો સાથે નવા સંબંધો જોડાય છે, તેમના સારા-ખરાબ સ્વભાવને અપનાવવું પડે છે અને નવી જવાબદારીઓ પણ સંભાળવી પડે છે.
આવી
પરિસ્થિતિમાં પતિ-પત્નીની વચ્ચે પરસ્પર સમજણનું હોવું ખૂબ જ જરૂરી છે અને આ
સમજ ત્યારે જ વિકસિત થાય છે જ્યારે બંને એકબીજાની આદતોથી સારી રીતે વાકેફ
હોય. તેના માટે કોઈ મૂહુર્તની રાહ ન જુઓ બલકે આજથી જ શરૂઆત કરો. સંબંધ
નક્કી થતી વખતે એવા ક્યા પ્રશ્નો પૂછવા જોઈએ જે તેમને ખરાબ પણ ન લાગે અને
તેમના વિશે વધુમાં વધુ માહિતી પણ આપી શકે, તો ચાલો જાણીએ એવા પ્રશ્નો
વિશે...
એજ્યુકેશન અંગે પ્રશ્ન કરો
પહેલી
મુલાકાત દરમિયાન પુરૂષો અને મહિલાઓ એકબીજાને તેમના અભ્યાસ વિશે વાત કરવાથી
ખચકાવું ન જોઈએ, બલકે આ સંબંધમાં ખુલીને વાત કરવી જોઈએ. કેટલીક વખત
પરિવારના સભ્યો ખોટા દેખાવાના ચક્કરમાં એજ્યુકેશનને લઈને ખોટું બોલી દેતા
હોય છે, જેનાથી પરસ્પર વાતચીત કરીને વાત ક્લિયર કરી શકાય છે. સાચી માહિતી
ભવિષ્યમાં થવાવાળી કેટલીક સમસ્યાઓથી દૂર રાખશે. સાથે જ કોઈ પણ વસ્તુની
પ્લાનિંગ પણ યોગ્ય રીતે થઈ જશે. ક્વાલિફિકેશનના આધારે બંને મળીને આગળ જોબ
અથવા બિઝનેસના આઇડિયા પર કામ કરી શકે છે.
પસંદ-નાપસંદ જાણવાનો પ્રયાસ કરો
એકબીજાની
આદતો, તેમની પસંદ-નાપસંદના વિશે જાણવું ખૂબ જરૂરી હોય છે. સાથે જ આ વાતચીત
શરૂ કરવાની સૌથી સારી રીત પણ માનવામાં આવે છે. કેટલીક વખત આદતો સમાન હોવા
પર ભવિષ્યમાં થતી કેટલીક સમસ્યાઓ સરળતાથી ઉકેલાય જાય છે. સાથે જ લાઇફને
એક્સપ્લોર કરવામાં પણ મજા આવે છે. અભ્યાસથી લઈને કુકિંગ, ટ્રાવેલિંગ અને
તેમની લાઇફસ્ટાઇલના વિશે જાણવાનો પ્રયાસ કરો. વર્કિંગ વુમન માટે આ પ્રશ્નો
એટલે વધુ મહત્વ ધરાવે છે કારણ કે તેમને લગ્નની સાથે પોતાના કામને પણ મેનેજ
કરવું પડે છે.
ફ્રેંડ્સ સર્કલ કેવું છે?
આ
વિશે પ્રશ્ન પૂછવા બંને માટે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે આગળ ચાલીને આ
મુદ્દો પણ વિવાદનું કારણ બની શકે છે. શહેરની લાઇફસ્ટાઇલ કંઈક એવી હોય છે,
જેમાં સહકર્મીઓથી લઈને ફ્રેંડ્સ સુધી બધા સાથે સારા સંબંધો હોય છે અને
કેટલીક વખત આ હસ્તક્ષેપ જ પુરૂષ હોય કે મહિલા, બંનેને પસંદ નથી આવતા. તો
મુલાકાત દરમિયાન આ વાતને જાણવાનો પ્રયાસ કરો કે પરિવારના સભ્યો સિવાય અન્ય
ક્યા મિત્રો અગત્યના છે અને ભવિષ્યમાં તેમની સાથે કેવા સંબંધો રાખવાના છે.
ભવિષ્યની પ્લાનિંગ
ફ્યૂચર
પ્લાનિંગને લઈને પણ પ્રશ્નો પૂછવા જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં લગ્ન પછી
મહિલાઓને મજબૂર થઈને પોતાની જોબ છોડવી પડે છે, જે તેમના માટે ઘણી મુશ્કેલ
હોય છે. સારું એજ્યુકેશન હોવા છતા પોતાની જોબ છોડવી તેમને વધુ પરેશાન કરી
દે છે એટલે મહિલાઓને તેના વિશે પૂછવું જરૂરી હોય છે. કેટલીક વખત લગ્નના
પ્રેશરમાં તેઓ તેના માટે હા તો પાડી દે છે, પરંતુ પછી તેને લઈને પારિવારિક
વિવાદ અને મનભેદ શરૂ થવા લાગે છે. મહિલાઓને પણ પુરૂષોને તેમના ભવિષ્યની
પ્લાનિંગ વિશે પ્રશ્નો પૂછવા જોઈએ. તેનાથી તેમના ઇંટેલેક્ચુઅલ હોવાની સાથે જ
તેમની સમજણશક્તિ અને મેચ્યોરિટીને જાણવાની પણ પૂરી તક મળે છે.
આર્થિક સ્થિતિ વિશે
મોટાભાગના
કિસ્સાઓમાં મુલાકાત પહેલા જ પરિવારની સ્થિતિ સમજમાં આવી જાય છે, તો આ વિશે
પ્રશ્ન પૂછવાથી બચવું. બની શકે તો આ બાબતમાં ઘરના વડીલોને જ વાત કરવા દો.
કેટલાક કિસ્સાઓમાં સેલેરીને લઈને ડિસ્કશન યોગ્ય નથી માનવામાં આવતું, પરંતુ
પરસ્પરમાં આ વાતને ક્લિયર કરવામાં કોઈ ખરાબી પણ નથી, કારણ કે તેનાથી
ફ્યૂચરમાં પૈસા-રૂપિયાને લઈને કોઈ મનભેદ થવાની શક્યતાઓ ઓછી જ રહે છે. સાથે જ
ગાડી, ઘર, બાળકોની જવાબદારીઓમાં પણ સરખી જ શેયરિંગની વાત થઈ શકે છે.
Post A Comment:
0 comments:
Note: only a member of this blog may post a comment.