ઘરમાં જ્યારે પણ કોઇ યુવતી પોતાની મરજી અનુસાર વસ્તુઓ કરતી હોય ત્યારે ઘણીવાર માતા-પિતા સહિત વડીલો પણ તેને ટોકતા હોય છે કે, અહીં તો ચાલશે પણ સાસરે જઇને શું કરીશ? જો તમારી દીકરીમાં પણ આવા જ કંઇક ગુણ હોય તો તમારાં માટે સારા સમાચાર છે. પોતાનો જ એક્કો ચલાવતી સ્ત્રીઓમાં સારી પત્ની હોવાના અનેક ગુણો હોય છે. એક સર્વે અનુસાર દમ ચલાવતી મહિલાઓ સફળ પત્નીઓ સાબિત થાય છે. આજની 21મી સદીની મહિલાઓ સ્માર્ટ અને હોંશિયાર હોય છે અને પોતાનો આગવો વૈચારિક અભિગમ ધરાવે છે. અહીં જાણો, પોતાના હુકમ ચલાવવામાં માનતી મહિલાઓ કેવી રીતે સારી પત્ની બની શકે છે.
પ્રોત્સાહિત કરે છે
આ પ્રકારની મહિલાઓ પુરુષોને સારી રીતે પ્રોત્સાહિત કરી શકે છે. જેની પુરુષોને અનેક વાર જરૂર પડે છે. વળી તેમના આ એટિટ્યૂડના કારણે તે પુરુષોને કદી નિરાશ નથી થવા દેતી.

કામ પૂર્ણ કરે છે
આ પ્રકાર મહિલાઓ તેમનું કોઇ પણ કામ અધુરુ નથી છોડતી. તે જે કામ ઉઠાવે છે તેને પુરુ કરે છે.
સ્માર્ટ, આત્મ-નિર્ભર અને મજબૂત
આવી મહિલાઓ સ્માર્ટ, આત્મ નિર્ભર અને અંદરથી મજબૂત હોય છે. તે પોતાની જાતને કોઇથી પણ ઓછી નથી સમજતી.
ફાલતુ ટાઇમપાસ નહી
આવી મહિલાઓ ફાલતુ વાતોમાં ટાઇમપાસ કરવામાં બિલકુલ નથી માનતી. તે ટાઇમપાસ કરવાના બદલે કોઇ યોગ્ય કામમાં પોતાનો સમય વ્યતિત કરવાનું વધુ પસંદ કરે છે.

તમારી ઢાલ
આવી સ્ત્રી તેમના પતિની ઢાલ બનીને ઊભી રહે છે. અને મુશ્કેલીના સમયે હંમેશા પોતાના પતિની સાથે રહે છે.
શું કરું શું ના કરું!
દબંગ મહિલાઓને તે કહેવાની જરૂર નથી પડતી કે તેમને ક્યારે શું કરવું અને ક્યારે શું નહીં. તેમને તેની સારી એવી સમજ હોય છે.

પોતાનાથી ખુશ
આવી મહિલાઓ પોતાથી ખુશ હોય છે. તે પોતાના ફિગરનું પણ ધ્યાન રાખે છે. અને પોતાના
દેખાવનો પણ ખ્યાલ છે.
બોસની જેમ રિલેશનમાં રુલ કરે છે
આવી દબંગ મહિલાઓ પોતાના સંબંધને બનાવી રાખવા માટે પતિ અને બાળકો પર રુલ કરે છે. જો કે પરિવારમાં કોઇ એક વ્યક્તિ તો તેવું હોવું જ જોઇએ. આવી સ્થિતિમાં પુરુષોને ઓછી મહેનત કરવી પડે છે.
લક્ષ્ય
આવી મહિલાઓ દ્રઢ મનોબળ વાળી હોય છે. તે જે વિચારે છે તે કરીને રહે છે.


Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.