લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતમાં લગ્ન કોઈ તહેવાર કરતા ઓછા નથી હોતા. લગ્નને લઈને યુવતીઓના મનમાં જ્યાં નવી ઉમંગો જન્મ લેતી હોય છે તો બીજી તરફ મનમાં કેટલાય પ્રકારની શંકાઓ પણ ઉત્પન્ન થતી રહેતી હોય છે. યુવતીઓને કેટ-કેટલાય રીતિ-રિવાજો નિભાવવાના હોય છે. સાત ફેરા ફર્યા પછી તે બીજા ઘરે ચાલી જાય છે અને અહીંથી તેની જિંદગીની એક નવી શરૂઆત પણ થઈ જાય છે.


આપણાં દેશમાં કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે, પરંતુ એક નવા ઘરમાં યુવતી માટે બધુ જ નવું હોય છે. તેને ઘણી બધી વસ્તુઓને નવેસરથી શરૂ કરવાની હોય છે. ઘણી બધી વસ્તુઓ એવી પણ હોય છે જે તેની સાથે પહેલી વખત થાય છે. આ એવી વાતો છે જેનાથી મોટભાગની મહિલાઓને પસાર થવું પડે છે. એવામાં જો ઘણાં જલ્દી તમારા લગ્ન થવાના હોય તો બની શકે છે કે તમારે પણ આ વાતોનો સામનો કરવો પડે, તો ચાલો જાણીએ કઈ છે આ વાતો અને તેની સાથે કેવી રીતે ડીલ કરશો....

1. સવારે ઉઠવાનો સમય
ભલે તમે તમારા ઘરે મોડેક સુધી સૂતા હોય, પરંતુ આ નવા ઘરમાં લોકો તમારેથી જલ્દી ઉઠવાની ઉમ્મીદ કરતા હોય છે. મોટભાગે યુવતીઓ માટે સવારે ઉઠવું એક ખૂબ જ મોટી સમસ્યા હોય છે. જોકે સવારે જલ્દી ઉઠવામાં તમને થોડી મુશ્કેલી થઈ શકે છે, પરંતુ સમયસર ઊઠીને તૈયાર થવાથી બાકીની વસ્તુઓ પૂરી કરવા માટે તમારી પાસે પૂરતો સમય રહેશે.

2. શું પહેરશો શું નહીં
આ એક એવી સમસ્યા છે જેનાથી દરેક યુવતી જીવનભર પરેશાન હોય છે અને હવે તો લગ્ન પછીનો પહેલો દિવસ છે. લગ્નના બીજા દિવસે શું પહેરવું જોઈએ અને શું નહીં, એ નક્કી કરવું દરેક યુવતી માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. બહેતર રહેશે કે તમે લગ્ન પહેલા જ તે કપડાંને તૈયાર કરી લો જેને તમારે આગલા દિવસે પહેરવા છે.

3. પહેલું ભોજન
તમારે પહેલી વખત રસોઈ કરવાની હોય છે. આ વાતની ચિંતા કાયમ યુવતીઓને પરેશાન કરતી હોય છે. તેમને લાગે છે કે ભોજન ખરાબ બની ગયું તો લોકો તેના વિશે શું વિચારશે. પરંતુ એવું નથી, જે કામ કરો આત્મવિશ્વાસની સાથે કરો. બધુ સારું જ થશે.

4. સાસુ-સસરાનો પ્રેમ
દરેક યુવતી માટે આ એક ખૂબ મોટો ભય હોય છે કે તેના સાસુ-સસરા તેને પસંદ કરશે કે નહીં. પરંતુ આ ઘબરાવાની વાત નથી. તમારે માત્ર સહજ રહેવાની જરૂર છે, બાકી વસ્તુઓ આપોઆપ જ થઈ જશે.
Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.