દરેક દંપતી પોતાનું લગ્નજીવન આનંદથી વીતે એવું જ ઇચ્છતા હોય છે, પરંતુ ભાગ્યે જ કોઈ એવું દંપતી હશે જેમની વચ્ચે ક્યારેય ઝઘડા ન થયા હોય. એમાં પણ આજના આધુનિક સમયમાં તો પતિ-પત્ની બંને નોકરી કરતાં હોવાથી તકરારોનું પ્રમાણ વધી ગયું છે. બાળકોની સાચવણીથી માંડીને આર્થિક પાસું, ઘરકામ, પરિવારના સભ્યો, એકબીજાની પસંદ-નાપસંદ જેવી અનેક બાબતોને લઈને તકરારો થતી રહે છે. જો આ તકરારો દરરોજ થતી હોય તો તેનાથી તેમના સંબંધોમાં અંતર આવી જાય છે, કડવાશ વ્યાપી જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે આ તકરારોને શક્ય એટલી જલદી ઉકેલવાની જરૂર છે. એકબીજાને સમજીને કેટલીક બાબતો ટાળવાથી આવા મોટા ઝઘડાઓમાંથી બચી શકાય છે.


એકબીજા પર આક્ષેપ ન લગાવો
પતિ-પત્ની વચ્ચે જે બાબતને લઈને ઝઘડો થાય છે તે વાતો હંમેશાં ટાળવી જોઈએ. એવાં કેટલાંય દંપતી છે, જેઓ ખૂબ નાની-નાની વાતોને મોટું સ્વરૂપ બનાવી દે છે. એકબીજાના દોષ અને અવગુણોની ચર્ચા ટાળવી જોઈએ. જે વાતોથી તમારા વચ્ચે પ્રેમ ન જળવાય, કડવાશ ઊભી થાય તેવી વાત કરવાનું ટાળવું એ જ સમજદારીભરી વાત છે.
જતું કરતા શીખો
જો પાર્ટનરથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેમને માફ કરી દો. જેટલા જલદી માફી આપશો તેટલાં જ જલદી ઝઘડાનો અંત આવશે. મોટાભાગે પાર્ટનરથી ભૂલ થયા બાદ દિવસો સુધી રિસામણાં-મનામણાં ચાલતાં રહેતા હોય છે. આમ ને આમ લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઝઘડામાં સુલેહ થતી નથી. એટલે જ્યારે પણ તમારા પાર્ટનરથી ભૂલ થાય ત્યારે તરત જ માફ કરો અથવા તમારી ભૂલ હોય તો તમે પણ માફી માગી લો. આવું કપવાથી તકરારનો અંત તરત જ આવી જશે. ભૂલ કોનાથી થઈ અને કોણ સાચું હતું એના કરતાં તમારા લગ્નજીવનમાં આનંદ વધુ મહત્વનો છે એ બાબત હંમેશાં યાદ રાખો.
એકબીજા સાથે સમય વીતાવો
પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ મોટાભાગે એવું બને છે કે બંને એકબીજાથી જુદાં રહીને સમય વીતાવે છે, અને સામે આવવાનું ટાળે છે, પરંતુ આવું કરવાથી તકરારનો કોઈ ઉકેલ મળતો નથી. એટલે શક્ય હોય તો એકબીજા સાથે સમય વીતાવો અને પાર્ટનરના કામમાં મદદ કરો. એકબીજા સાથે વાત કરો. વાતચીતથી દરેક સમસ્યાનું સમાધાન લાવી શકાય છે.
પાર્ટનરની વાતો ધ્યાનથી સાંભળો
મોટાભાગે એવું થાય છે કે પતિ-પત્ની વચ્ચે તકરાર થાય ત્યારે બંને એકબીજાની વાત સાંભળ્યા વિના જ આક્ષેપ કરવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણી વાર ગુસ્સામાં એવી વાત કહેવાઈ જાય છે જેનાથી પાર્ટનરને કાયમનો ખટકો રહી જાય છે. એટલે આવા સમયે તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળવી જેથી તમારા બંને વચ્ચે ઉત્પન્ન થયેલી ગેરસમજણ દૂર થઈ શકે.
લગ્ન પહેલાની વાતો ભૂલથી પણ ન કરવી
તકરાર દરમિયાન સહજ રીતે લગ્ન અગાઉની વાત પણ છેડાઈ જતી હોય છે. જ્યારે લગ્ન પહેલાંની વાત થાય ત્યારે ઘણી વાર પાર્ટનરના પાછલા જીવનની વાતો નીકળે છે. આ બાબત તમારા પાર્ટનરને હર્ટ કરી શકે છે એટલે લગ્ન પહેલાંની વાત ન કરવામાં જ સમજદારી છે.
લગ્નને વધુ મહત્વ આપો
એટલું યાદ રાખો કે તમારા સત્ય કરતાં તમારું લગ્નજીવન વધુ મહત્વનું છે, એટલે તમારા પાર્ટનર સાથે નાહકની દલીલબાજી કર્યા વિના ચૂપ રહો. તમારા પાર્ટનર સામે ખોટા પડવા કે પછી હાર સ્વીકારી લેવામાં કશું ખાટુંમોળું નથી થતું એટલે બને ત્યાં સુધી આવી દલીલોમાં ન પડો અને જો દલીલો થાય તો પછી પાર્ટનરની વાત સ્વીકારી એને મીઠું સ્મિત આપો અને ઝઘડાનો અંત આણો.
Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

1 comments:

Note: only a member of this blog may post a comment.